Dhoraji-Rajkot ધોરાજી સરકારી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ચાલી રહી છે.
ધોરાજી સરકારી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ચાલી રહી છે ભ્રષ્ટાચાર સહિત અનેક ફરિયાદો ઊઠી છે રાજ્ય સરકારમાં પણ આ બાબતે અનેક ફરિયાદો થઈ છે અને રાજકોટ આરોગ્ય વિભાગ માંથી વિવિધ ફરિયાદોની તપાસ બાબતે થોડા સમય પહેલા ટુકડી પણ આવી હતી પરંતુ ફરી આજે એક ગરીબ મહિલાની ડીલેવરી બાબતે રૂપિયા 5,000 લીધાનો આક્ષેપ કરતો વિડીયો અને ઓડીયો વાયરલ થયો છે અને એ ગરીબ મહિલાએ રાજ્યના આરોગ્ય મંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડીલેવરી ના કેસ માં રૂપિયા 5,000 માંગવામાં આવે છે આ બાબતની યોગ્ય તપાસ કરવા અને ગરીબોને ન્યાય આપવા માગણી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના લાલસા બાપુ ની દરગાહ પાસે રહેતા એક ગરીબ મહિલા ભાનુબેન ચૌહાણ નામની મહિલાએ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ને લેખિતમાં આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ગઈ તારીખ 1/ 6/ 2021 મંગળવારના રોજ તેમના પુત્રવધૂ હેતલબેન ની ડિલિવરી માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ હતા ત્યાં થી સોનોગ્રાફી કરવા માટે સિવિલ હોસ્પિટલ ની સામે આવેલ ખાનગી હોસ્પિટલમાં કરવા માટે સૂચના આપવામાં આવી હતી બાદ ફરી સિવિલ હોસ્પિટલમાં પુત્રવધૂને દાખલ કરવામાં આવેલ આ સમયે સાંજના ચારેક વાગ્યા આસપાસ ગાયનેક વિભાગ ના ડોક્ટર સી.ટી ફળદુ એ ડીલેવરી કરવા બાબતે રૂપિયા 5,000 માંગેલા પછી ઓપરેશન થશે અમોને તાત્કાલિક રૂપિયા 5000 રૂપિયા આપેલા બાદ એ ડોક્ટર સિઝેરિયન ઓપરેશન કરતા દીકરીનો જન્મ થયો હતો
બાદ ફરિયાદીના પુત્રવધૂને દાખલ કરવામાં આવ્યા હતા આ સમયે આ વોર્ડમાં અન્ય ત્રણ મહિલાઓને પણ ડીલેવરી થઈ હતી તેઓને પૂછતા 3 મહિલા પાસેથી ડોક્ટર સીટી ફળદુએ રૂપિયા 5000 લીધા છે તેવું મહિલાઓએ જણાવ્યું હતું કે એક જ એક જ વોર્ડમાં ચાર મહિલાઓ પાસેથી અંદાજે રૂપિયા ૨૦,૦૦૦ લીધા હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે અમોએ ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયન ને રૂબરૂ મળીને ઉપરોક્ત બાબતે સરકારી હોસ્પિટલમાં ડીલેવરી કેસના રૂપિયા 5,000 ડોક્ટર સી.ટી ફળદુએ લીધા હોવાનું અમો એ જણાવે પરંતુ આ બાબતે ડોક્ટરે અમોને ન્યાય આપેલ નહીં કે રૂપિયા પરત આપેલ નહીં જેથી અમારે નાછૂટકે રાજ્યના આરોગ્ય મંત્રી સમક્ષ લેખિત ફરિયાદ કરવી પડી છે અને આ બાબતે રાજ્ય સરકાર ગરીબ પરિવારને ખરાઅર્થમાં ન્યાય આપે તેવી ગરીબ મહિલા ભાનુબેન ચૌહાણ એ રાજ્ય સરકારમાં લેખિત પત્ર પાઠવી માગણી કરી છે
ધોરાજી સરકારી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ચાલી રહી છે આ બાબતે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી પગલા લેવા જોઇએ તેવી ધોરાજીની જનતા એ પણ માગણી કરી છે સરકારની અનેક જાહેરાતો છે ગરીબો માટેની અને સરકારી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે છતાં પણ ગરીબ મહિલાઓ પાસેથી ડીલેવરી કેસમાં રૂપિયા 5,000 માગવામાં આવે તે કેટલું વ્યાજબી ગણાય …?
આ બાબતે રાજ્ય સરકારે ગંભીરતા લઈ તાત્કાલિક જવાબદારો સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ધોરાજીની જનતાની પણ માગણી છે
નોંધનીય બાબત એ છે કે અત્યાર સુધીમાં સરકારી હોસ્પિટલમાં કેટલીક ગરીબ મહિલાઓને ડીલેવરી કરવામાં આવી છે તે બાબતે તેમને પણ તપાસ કરવામાં આવે અને મહિલાઓના પરિવારોને પણ પૂછવામાં આવે કે તમારી પાસેથી અગાઉ કોઈ ડોક્ટરે પૈસા લીધા છે કે નહીં તે બાબત નું પણ તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે
અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી