Gondal-Rajkot ગોંડલ કૉંગ્રેસ દ્વારા ફી માફી માટે કરવામાં આવેલ રજુઆત સ્વીકારતા અનેક સ્કૂલ સંચાલકો.
ગોંડલ તાલુકા બક્ષીપંચ મોરચાના કૉંગ્રેસ પ્રમુખ રુસભરાજ પરમાર દ્વારા આ કોરોના કાળ માં લોકો આર્થિક તંગી નો સામનો કરી રહ્યા છે અને ધંધા રોજગાર બંધ સમાન છે ત્યારે લોકો ને આર્થિક બાબતે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આ મહામારી માં અનેક વિધાર્થીઓ એવા પણ છે જેમને પોતાના માતાપિતા ની છત્રછાયા ગુમાવી છે ત્યારે હવે તેમના માટે આગળ અભ્યાસ એક મોટી મુસીબત બની રહી છે. જે અન્વયે શહેર ની જેમ તમામ સ્કૂલ સંચાલકો ને રજુઆત કરવામાં આવી હતી કે આવા વિધાર્થીઓ ને ફી ભરવામાં ૧૦૦% રાહત આપવામાં આવે જેથી તેમનો અભ્યાસ ન બગડે .આ રજુઆત અનેક સ્કૂલો દ્વારા સ્વીકાર કરવામાં આવેલ જેમાં સહજાનંદ કોલેજ ,ગંગોત્રી સ્કૂલ, એશિયાટિક કોલેજ, તન્ના સ્કૂલ સહિત અનેક સ્કૂલ સંચાલકો દ્વારા કોરોના માં મૃત્યુ પામનાર માતા પિતા ના વિધાર્થીઓ ની સો ટકા ફી માફ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જેને લોકોએ પણ આવા નિર્ણય ને વધાવ્યો હતો.