Gondal-Rajkot આજ રોજ ગોંડલમા શ્રી પાપહારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે એક માનવ સેવાનો કાર્યક્રમ યોજાયો.
આજરોજ તા.૬/૬/૨૦૨૧ ના રોજ ગોંડલ શ્રી પાપહારી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે એક માનવ સેવાનો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો જેમાં ગોંડલ બ્રહ્મ સમાજ ના અગ્રણી રાવલ પરિવાર ના શ્રી યશવંતભાઈ રાવલ ના પુત્ર એ લંડન થી વતનનું ઋણ ચુકવવા પાણી માંથી ઓક્સિજન બને તેવું મશીન ગોંડલની જનતા માટે ગોંડલ બોલબાલા ટ્રસ્ટ ને માજી ધારાસભ્ય ના પુત્ર શ્રી ગણેશસિંહ જાડેજા ના હસ્તે અર્પણ કર્યું હતું અને ગણપતિ યુવક મંડળ ના યુવાનો દ્વારા માવતર વૃદ્ધાશ્રમ ને પોતાની અંગત બચત માંથી ૨૦ ખુરસી તથા ચકલીના માળાઓ અને પાણી ના કુંડાઓ પણ આપેલ હતા અને શ્રી ભીખુભાઈ પોપટ તરફથી ૫ ખુરશી આપવામાં આવી હતી અને શિક્ષક સંઘ ના શ્રી અશોકભાઈ શેખડા.મેરુભાઈ.ને બોલબાલા ટ્રસ્ટ દ્વારા શાળા ના બાળકો માટે ૫૦૦ નાસ્તાના પેકેટો આપવામાં આવ્યા હતા અને અમારા ગણપતિ યુવક મંડળ ના યુવાનો દ્વારા ચકલી ના માળાઓ તથા પાણી ના કુંડા ઓ નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી રાજેશભાઈ મહેતા રેલવે ના એન્જિનિયર તરફથી એક વિલચેર બોલબાલા ટ્રસ્ટ ગોંડલ ને અર્પણ કરેલ છે
કોરોના ના ની બીજી લહેર વખતે જે ઓક્સિજન ની સેવાઓ કરેલ તેના માટે શ્રી વિજયભાઇ ભટ્ટ અને તેની ટીમે જે સહરાનીય કાર્ય કરેલ હતું તેને ખુબજ વખાણેલ હતું અને બધા ખુબજ અભિનંદન આપેલ હતા આ કાર્યક્રમ માટે ખાસ સમય કાઢી ને શ્રી જયરાજસિંહ જાડેજા ના પુત્ર શ્રી ગણેશસિંહ જાડેજા ઉપસ્થીત રહેલ હતા અને રાજકોટ થી ખાસ સમય કાઢી ને બોલબાલા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જયેશભાઈ ઉપાધ્યાય હાજર રહેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિજયભાઇ ભટ્ટ ની ટીમે કરેલ હતું
આ કાર્યક્રમ માં શ્રી ગીરીશભાઈ રાવલ. રમણિકભાઈ સાકરીયા.પ્રતાપભાઈ.મનસુખભાઇ.યોગેન્દ્ર જોશી જીગરભાઈ સાટોડીયા ભરતભાઈ ભટ્ટ રજની ભાઈ પ્રેમ વસાણી અભિભટ્ટ મયુરસિંહ ચુડાસમા પુષ્પરાજસિંહ વાઘેલા ભરતભાઈ જેમીન સોલંકી હાર્દિક જોશી ચિરાગ શ્યારા કૌશલ રાઠોડ વિરાજ ખાનદાર તથા ખાસ અમારા આમંત્રણ ને માન આપી ને માજી મામલતદારો શ્રી અશોકભાઈ મકવાણાસાહેબ.તથા શ્રી પી જે પરમારસાહેબ.તથા GEB ના નિવૃત એન્જિનિયર શ્રી ડી.આર.ઘૂંટલાસાહેબ પણ ઉપસ્થીત રહેલ હતા ગોંડલ બ્રહ્મ સમાજ ના રાવલ પરિવાર ના અગ્રણીઓ શ્રી યસવંતભાઈરાવલ અને ગીરીશભાઈ રાવલ પરીવાર સહિત કાર્યક્રમમાં હાજર રહેલા હતા સાથો સાથ સોસાયટી ના રહીશો દ્વારા શ્રી ગણેશસિંહ ને મંદિર ની જે બુગદા કાંઠા ની દીવાલ પડી ગયેલી છે તે દીવાલ કરાવી આપવા તથા મંદિર ની પાછળ ની જગ્યા માં બ્લોક નખાવી આપવાની રજુઆત કરેલ હતી જેને માજી ધારાસભ્ય શ્રી જયરાજસિંહ ના પુત્ર શ્રી ગણેશસિંહ દ્વારા બધું કામ કરાવી આપવાની ખાત્રી આપેલ હતી.