Gondal-Rajkot પીડિત વ્યાપારીને ગોંડલ માર્કેટ યાર્ડ તંત્રએ એમ્બ્યુલન્સની લોગબુકની નકલ આપવાની ના ભણી:યાર્ડની એમ્બ્યુલન્સ રાજકોટ સુધીજ લઈ જવાનો નિયમ છે વધુ દૂર જવું હોયતો યાર્ડ ઓફિસની મંજૂરી લેવી જરૂરી છે : ચેરમેન
ચર્ચાના ચકડોળે ચડેલી ગોંડલ માર્કેટિંગ યાર્ડ એમ્બ્યુલસ પ્રકરણમાં યાર્ડના પીડિત વેપારી કોંગ્રેસી આગેવાન અને યાર્ડ તંત્ર વચ્ચે એમ્બ્યુલન્સની લોગબુકની નકલ બાબતે ધમાસાણ સર્જાઈ જવા પામ્યું છે એક તરફ પીડિત દ્વારા લોગબુક માંગ અંગે પ્રાંત અધિકારીને આવેદન અપાયું છે તો બીજી તરફ યાર્ડના સત્તાધીશો લોગબુક ઓફિસે આવીને ચેક કરી જવાનું જણાવાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કોંગ્રેસી આગેવાન ધર્મેશ બુટાણીના ભાઈ સંજયભાઈ બુટાણી માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા હતા કોરોના સંક્રમિત થતા વડોદરા ખાતે સારવાર માટે ખસેડવા ની જરૂર પડી હતી ત્યારે માર્કેટીંગ યાર્ડની એમ્બ્યુલન્સના ડ્રાયવર દ્વારા વડોદરા સુધી લઈ જવાની મનાઈ કરવામાં આવી હોય અને બીજા જ દિવસે રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા એમ્બ્યુલન્સને વડોદરા લઈ જવામાં આવેલ હોય જેના પગલે કોંગ્રેસી આગેવાન અને યાર્ડ તંત્ર વચ્ચે ધમાસાણ સર્જાઈ જવા પામ્યું છે કોંગ્રેસી આગેવાન ધર્મેશ બુટાણી દ્વારા યાર્ડ તંત્ર પાસે એમ્બ્યુલન્સની લોગબુક ની માંગ કરવામાં આવી હતી પરંતુ યાર્ડના સત્તાધીશોએ ના પાડી દેતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જ્યારે બીજી તરફ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા અને કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી ના કારણે યાર્ડની એમ્બ્યુલન્સને રાજકોટ થી વધુ દૂર ન લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને જો કોઈ ઇમર્જન્સી જરૂર પડે તો યાર્ડના ધારાધોરણ નીતિ-નિયમ મુજબ ભાડા ભરી લઈ જવાની છૂટ હોય છે કોંગ્રેસી આગેવાન ધર્મેશ બુટાણી દ્વારા યાર્ડના સત્તાધીશોનો કે ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો જ્યારે અલ્પેશભાઈ ઢોલરીયા એ ધારાધોરણ મુજબ ભાડું ચૂકવી યાર્ડની એમ્બ્યુલન્સ નો ઉપયોગ કર્યો છે અલબત્ત લોકબુક જોવા માટે કોંગ્રેસી આગેવાનોને જણાવી દેવામાં આવ્યું હતું.
ધર્મેશ બુટાણી દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું હતું કે રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા એમ્બ્યુલન્સને વડોદરા સુધી લઈ જવા બાબતને યાર્ડ દ્વારા દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેથી જ એમ્બ્યુલન્સની લોગબુક ની નકલ આપવાની ના પાડી છે જો લોગબુકની નકલ આપવામાં આવે તો યાર્ડ દ્વારા ચલાવવામાં આવતા ખુલ્લેઆમ રાજકીય લાગવગ સગાવાદ બહાર આવે તેમ છે જો લોક બુક ની નકલ નહીં આપવામાં આવે તો કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી અંતમાં ચીમકી આપી હતી