ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા ઓકસીજન કોનસનટેટર મશીન અને ઓકસીજન ના બાટલા વીતરણ કરવામાં આવેલ.
હર હમેશા દીન દુખીયો ની વિશ્વ ભર માં સેવા કરતી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા નબળા મેમણ પરીવાર માં જો કોઈ કોરોના પોઝીટીવ હોય અને ધરે ઓકસીજન નીજરૂરીયાત હોય તેવા દર્દી માટે ઓકસીજન કોનસનટેટર મશીન અને ઓકસીજન બાટલા ની ફાળવણી સૌરાષ્ટ્ર ની મેમણ જમાત ને આજરોજ કુંડા હોલ ખાતે કરવામાં આવી હતી. વધુ માં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રમુખ હાજી ઈકબાલભાઈ ઓફિસર સાહેબે જણાવ્યું કે જો કોઈ આર્થીક રીતે નબળા મેમણ પરીવાર નો કોઈ વયકતી કોરોના પોઝીટીવ હોય ઓકસીજન ની જરૂરીયાત હોય તેવા દર્દી ઓ માટે યુ કે ની સંસ્થા હયુમીનીટી વીથ આઉટ બોર્ડર ના સહયોગથી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા ઓલ સૌરાષ્ટ્ર ની મેમણ જમાતો ને ઓકસીજન કોનસનટેટર મશીન અને ઓકસીજન બાટલા ની ફાળવણી કરવામાં આવેલ છે .
આ કાર્યક્રમ ની શરૂઆત કુરાને શરીફ ની તીલાવત થી કરવામાં આવેલ હતી તયાર બાદ ઓકસીજન કોનસનટેટર મશીન નું ડેમો કરી ને દેખાદવામા આવેલ. સૌપ્રથમ ઉના મેમણ જમાત ને 2 ,કોડીનાર 2 ,જામનગર 3, રાજકોટ 1મશીન 7 ઓકસીજન સીલીન્ડર, લાલપુર 1મશીન, જામજોધપુર 1મશીન, ઉપલેટા 2 મશીન, કાલાવડ 1મશીન, જુનાગઢ 4 મશીન, વેરાવળ 3 મશીન, અમરેલી 2 મશીન, ધોરાજી 5 મશીન 10 સીલીન્ડર, જેતપુર 1મશીન, ગીરગઢડા 1મશીન, ગારિયાધાર 1મશીન 3 સિલિન્ડર, ભાવનગર 2 મશીન, મહુવા 1મશીન, શિહોર 1મશીન, દીવ 1મશીન, કોટડાસાંગાણી 1મશીન, ઓખા 2 મશીન, જસદણ 1મશીન, સુરેન્દ્રનગર 1 મશીન, સાવરકુંડલા 1મશીન સહીત ના વિતરણ કરવામાં આવેલ હતું .આ તકે ફારુક ભાઈ સૂર્યા વાઈસ પ્રેસિડેન્ટ, નવા વાઈસ પ્રેસિડેન્ટ યુનુસ ભાઈ દેરડીવાલા, ધોરાજી મેમણ જમાત ના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકકડકુટા, પોઠીયાવાલા જમાત ના પ્રમુખ ઈમ્તીયાઝ ભાઇ પોઠીયાવાલા,બકાલી જમાત ના પ્રમુખ હાજી આસીફ પાનવાલા, ઝોનલ સેક્રેટરી ફૈયાઝ બસમતવાલા, યુથ વિંગ કન્વીનર યાસીનભાઈ ડેડા, ઝોનલ સેક્રેટરી ગફારભાઈ જીવાણી, અસલમભાઈ બાવણી, સલીમભાઈ પારેખ, સહીત તમામ અગ્રણી હાજર રહ્યા હતા. આ તકે યુથ વિંગ મોહસીનભાઈ તેલી, શબ્બીર મોતીવાલા, રીયાઝ ભીમાણી ધોરાજી ગુજરાત ટુડે ના પત્રકાર, મહેમુદ દધાલા, ખલીલ ગોડીલ, અવેશ દંધાલા, કાસમ મોતીવાલા, સહીત ની યુથ વિંગ ના હોદ્દેદારો એ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ:- કૌશલ સોલંકી