Dhoraji-Rajkot વાવાઝોડામાં સપડાયેલ ગામોમાં પીડિત પરિવારો માટે ધોરાજી માંથી RSS દ્વારા રાસન કીટ મોકલાવતા કાર્યકર્તાઓ.


સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાની કુદરતી આફત દરમિયાન જૂનાગઢ જિલ્લાના ગામોમાં તારાજી અને વિનાશક થયેલ છે અને હજુ પણ ત્યાં લાઈટો રીપેરીંગ ન થવાને કારણે અંધારપટ છવાયેલ છે આવા ગામો પૈકીના ઉના તાલુકાના ગામોમાં જરૂરિયાતવાળા પરિવારોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રાસન કીટ તૈયાર કરી મોકલવામાં આવેલ છે

આ રાસન કીટ તૈયાર કરવા માટે ધોરાજી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ઘઉં એકત્રિત કરી ત્યારબાદ તેને દરી આશરે છ હજાર કિલો લોટના પેકિંગ કરીને મોકલેલ છે આ સેવાકીય કામમાં RSS ના કાર્યકર્તાઓ તથા ધોરાજીની સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકર્તાઓ મળી કુલ ૭૦થી ૮૦ કાર્યકર્તાઓએ આ ભગીરથ સેવાકીય કાર્યમાં સેવા આપી કામ કરેલ જેમાં RSS ના પ્રાંતના સામાજિક સમરસતા પ્રમુખ ચંદુભાઈ ચોવટીયા, વિભાગના સેવા પ્રમુખ અમીશભાઈ હિરપરા, ગોંડલ જિલ્લા કાર્યવાહ જયેશભાઈ અઘારા, જિલ્લાના ધર્મ જાગરણ પ્રમુખ વિપુલભાઇ ઠુંમર, ધોરાજી તાલુકા કાર્યવાહ નિખિલભાઇ ભાલારા, તાલુકાના સહકાર્યવાહ આશિષભાઈ વૈષ્ણવ, વિશ્વ હિન્દુ પરિષદના મનીષભાઈ સોલંકી, તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા, કૃષ્ણ ગૌશાળા જમનાવડ રોડ ના કાર્યકર્તાઓ સહિત વિગેરે કાર્યકરતાઓએ આ ભગીરથ સેવાકીય પ્રવૃત્તિમાં સેવા આપેલ અને રાસન કીટ તૈયાર કરીમોકલી
અહેવાલ:- કૌશલ સોલંકી

error: Content is protected !!