પોરબંદર લોકસભા મતવિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી ધોરાજીને એમ્બયુલન્સ ફાળવી.

Loading

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં પોરબંદર લોકસભા મતક્ષેત્રના જાગૃત સાંસદ રમેશભાઈ ધડુકએ પ્રજાના સુખાકારી માટે હાલમાં કોરોના મહામારીના સમયમાં એમ્બ્યુલસની ખુબ ઘટ ઊભી થઈ ત્યારે પ્રજાની વહારે આવી તમામ તાલુકા મથકે અદ્યતન સુવિધા ધરાવતી અંદાજે ૧૯ લાખ રૂપિયાની કિંમતની એમ્બ્યુલન્સ મોટાભાગના તાલુકામાં આપી દીધી છે ત્યારે આજરોજ ધોરાજી એમ્બ્યુલન્સ અંદાજે રૂપિયા ૧૯ લાખની કિંમતની આપવામાં આવી.

આ એમ્બયુલન્સનું આજે લોકાર્પણ થયુ હતું જેમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે એમ્બ્યુલન્સને લોક સુવિધા માટે ખુલ્લી મુકવામાં આવી છે.

ધોરાજી નગરપાલિકા કચેરી ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા ધોરાજી નગરપાલિકાના પ્રમુખ અંજનાબેન ભાષા ઉપપ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ પોઠીયાવાલા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી પુવૅ નગર પતી ડી.એલ.ભાષા પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી

error: Content is protected !!