Gondal-Rajkot ગોંડલના નામચીન ગેંગસ્ટર નિખિલ દોંગા ગેંગ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ.
નિખિલ દોંગા અને ગેંગ સામે૧૩૫ થી વધુ ગુન્હા નોંધાયેલા છેગોંડલની સબજેલમાં રહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતા નિખિલ દોંગા અને તેના ૧૩ જેટલા સાગરિતો વિરુદ્ધ પોલીસ તંત્રે ગુજસીટોક સહિત ૧૩૫થી વધુ ગુન્હા નોંધી ખાખીનો રંગ બતાવ્યા બાદ રાજકોટ સ્પેશ્યલ કોર્ટમાં આશરે ૪૮૫૦૦ પાનાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું છે આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક નોંધાયા પછી પણ વધુ ૨૦ ગુન્હાઓ નોંધાવા પામ્યા હતા.
ગેંગના સાગરીતોને અલગ અલગ જેલમાં મોકલાયા હતાપ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ ઉપર આવેલ સબજેલને જલસા જેલ બનાવી જેલની અંદર જ રહીને નિખિલ દોંગા ગેંગ દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવવામાં આવતું હોય ભાંડો ફૂટ્યા બાદ એએસપી સાગર બાગમાર અને તેમની ટીમ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરાયા હતા નિખિલ સાથેના વિજય જાદવ, પૃથ્વી જોશી, નવઘણ શિયાળ, દર્શન સાકરવાડીયા, વિશાલ પાટકર, અક્ષય ઉર્ફે ગીરી દુધરેજીયા, શક્તિસિંહ ચુડાસમા, અજય કુભારવાડીયા, દેવાંગ જોષી, નરેશ સિંધવ, કમલેશ સિંધવ, જેલર ધીરુ કરસન પરમાર અને પિયુષ કોટડીયા સહિતનાઓને ઝડપી લઇ રાજ્યની જુદીજુદી જેલ હવાલે કર્યા હતા બાદ રાજકોટ ખાતે સ્પેશિયલ કોર્ટમાં ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ ૪૮૫૦૦ પાનાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
નિખિલ દોંગા અને તેની ટોળકી ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંજામ આપતાનિખિલ દોંગા અને તેની ટોળકીદ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરવામાં આવતું હતું. આરોપીઓ ધાકધમકી આપી, માર મારી, મિલકત નુકસાન પહોંચાડતા અને મિલકત પચાવતા હોવાનું પણ સામે આવ્યું છે. નિખિલના સાગરીતો અને અન્ય ૬ લોકો અનઅધિકૃત રીતે જેલમાં રહેતા હતા અને જેલમાં રહી જમીન પચાવવા અંગે પ્લાન બનાવતા હતા. પેરોલ જમ્પ કરી બહાર આવી લોકોને ધાકધમકી આપી ડરાવતા હોવાનું સામે આવ્યું છે. ૧૯ વખત પેરોલ પર નિખિલ દોંગા બહાર આવ્યો છે અને તેના પર ૧૪ જેટલા ગુના નોંધાયેલા છે.