Gondal-Rajkot ગોંડલ શહેરના બસ્ટેન્ડ પાછળ આવેલ સુમરા સોસાયટી માંથી વિદેશી દારૂની ૭૨ બોટલ સાથે એક શખ્સ ને પકડી પાડતી ગોંડલ સિટી પોલીસ.
ગોંડલ સિટી પોલીસ મથકના પો.હેડ.કોન્સ જયદીપસિંહ ચૌહાણની બાતમીના આધારે દરોડો પાડી કુલ રૂ ૨૭ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત…..
રાજકોટ ગ્રામ્ય ઇ/ચા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ નીસૂચના મુજબ ગોંડલ ઇ/ચા DYSP મહર્ષી રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગોંડલ સિટી પીઆઇ એસ.એમ.જાડેજા સાહેબ દ્વારા કડક અમલવારી કરવાનુ જણાવતા જે અન્વયે ગોંડલ સીટી સર્વેલન્સ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગ મા હતા દરમ્યાન પો.હેડ.કોન્સ જયદીપસિંહ ચૌહાણ મળેલ હકીકત ના આધારે સુમરા સોસાયટી બસ સ્ટેન્ડ પાછળ મસ્જીદ વાળી શેરીમા રહેતા સાહીલ હનીફભાઇ પીરજાદા ના રહેણાંક મકાને રેઇડ કરતા ધરેથી મુનવોક પ્રીમીયમ જીન બોટલ નંગ-૩૬ તથા ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રીઝ્રર્વ વિસ્કી બોટલ નંગ – ૩૬ મળી કુલ રૂ.૨૭,૭૨૦/-ના મુદામાલ સાથે પકડી ગુંન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
વિદેશી દારૂની ૭૨ બોટલ કી. રૂ.૨૭૭૨૦ નો મુદ્દામાલ કબ્જે
=પકડાયેલ આરોપી= (૧) સાહીલ હનીફભાઇ પીરજાદા રહે ગોંડલ સુમરા સોસાયટી મસ્જીદ વાળી શેરી
*કામગીરી :- ગોંડલ સિટી પીઆઇ એસ.એમ.જાડેજા સાહેબ તથા PSI ડી. પી. ઝાલા સા. તથા પો.હેડ કોંન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ તથા પો.કોન્સ. જયસુખભાઇ ગરાંભડીયા તથા જયંતીભાઇ સોલંકી તથા શક્તિસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા અરવિંદભાઇ દાફડા સહિતનાં જોડાયા હતા..