Gondal-Rajkot ગોંડલ તાલુકા પો.સ્ટેના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી તથા ભોગબનનારને શોધી પરત કરતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,
પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ દ્વ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ- અલગ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર. ગોહીલ સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.એમ.રાણા સાહેબના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચનો સ્ટાફ રાજકોટ જીલ્લામાં ગુન્હાના કામેનાસ્તા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા જયવિરસિહ રાણા તથા હિતેશભાઈ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઈ ધાધલ નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે ગોંડલ તાલુકા પો.સ્ટેના પાર્ટ એ.ગુ.ર.નં.47/2021 આઇ.પી.સી.ક.336,366 મુજબના કામનો આરોપી કલ્પેશ તોલભાઈ મેડા જાતે. આદિવાસી ઉવ.18 રહે. રેવામાડલી તા. રાણાપુર જી.જામ્બુવા એમ.પી. વાળો તેમજ ભોગબનનાર બન્ને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામની સીમમા હોવાની હકિકત આધારે આરોપી તેમજ ભોગબનનાર બાળાને શોધી અને ગોંડલ તાલુકા પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ-
(૧) કલ્પેશ તોલાભાઈ મેડા જાતે.આદિવાસી ઉવ.18 રહે. રેવામદલી તા. રાણાપુર જી. જામ્બુવા એમ.પી.
(૨) ભોગબનનાર બાળાને પરત કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ-
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.એમ.રાણા તથા પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા ડ્રા.દિલીપસિહ જાડેજા.