Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કોરોના વાયરસની મહામારીનો કહેર સતત વધી રહયો છે. જેમાં વધુ 90 જેટલા પોઝીટીવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામેલ છે. કોરોનાના કેસો વધતા અધીકારીઓમાં દોડધામ મચી જવા પામેલ છે.

Loading

ગઇકાલે જીલ્લા વિકાસ અધીકારીએ ધોરાજી દોડી આવી અધીકારીઓ સાથે બેઠક યોજી હતી. કોરોનાના સંક્રમીત વિસ્તારોમાં કેસ ઘટાડવા અંગે એકશન પ્લાન ઘડી કઢાયો હતો. આ તકે ધોરાજી-ઉપલેટા-જામકંડોરણાના મામલતદાર, તાલુકા વિકાસ અધીકારી, પોલીસ, બ્લોક હેલ્થ ઓફીસર વાઘાણી વગેરે ઉપસ્થિત રહયા હતા.

આ તકે જીલ્લા વિકાસ અધીકારીએ જણાવેલ કે કોરોના પોઝીટીવ કેસો ધોરાજીમાં વધી રહયા છે. જેમાં ધોરાજીના વોર્ડ નં 7, વોર્ડ નંબર 8 અને 9 માં કુલ 90 જેટલા કેસો આવેલ છે. આ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ઓછુ કરવા પર તેઓએ ભાર મુકયો હતો. 143 કોરોના એકટીવ કેસો છે. અને અત્યાર સુધીમાં 2207 કોરોના પોઝીટીવ કેસ નોંધાય ચુકયા છે. અને 24 દર્દીઓ ધોરાજીની સરકારી હોસ્પીટલમાં સારવાર મેળવી રહયા છે. આ તકે ડો. જયેશ વેસેટીયન, ડો. પુનીત વાછાણી એ લોકોને અનુરોધ કરેલ કે 45 થી 60 વર્ષના લોકો વધુને વધુ કોરોના અંગેની રસી મુકાવે અને પોતે સુરક્ષીત થાય જેથી કોરોનાને મહાત આપી શકાય

અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી

error: Content is protected !!