Gondal-Rajkot ગોંડલ કોંગ્રેસ દ્વારા મહિલા ની છેડતી ના બનાવો સામે કડક કાર્યવાહી ની માંગ સાથે અપાયું આવેદનપત્ર.
ગોંડલ એસ ટી બસ સ્ટેશન ખાતે વધતા ચોરીના બનાવો રોકવા પોલીસ કર્મચારી ફાળવવા કરાઈ રજુઆત
ગોંડલ મા છેલ્લા ઘણા સમય થી ગુંદાળા ફાટક વિસ્તાર ની સોસાયટી માં વહેલી સવાર માં આવારા તત્વો દ્વારા ખુલ્લે આ છેડતી કરી નાસી જાય છે જેમને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગોંડલ શહેર કૉંગ્રેસ તથા યુવા કૉંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી
બીજી તરફ એસ ટી બસ સ્ટેશન ખાતે પણ ઘણા સમય ની પોલીસ કર્મચારી ને નોકરી ન સોપાતા આવારા તત્વો દ્વારા ચોરી લૂટફાટ તેમજ છેડતી ના બનાવો બનવા પામે છે તે માટે ત્યાં તત્કાલિત પોલીસ કર્મચારી ફાળવી કડક અમલવારી કરવામાં આવે તેવી શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા, નાગરિકબેંક ના સદસ્ય અને પૂર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ, તાલુકા કૉંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ સોજીત્રા, યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, સામાજિક આગેવાન જયસુખભાઈ (ભાણાભાઈ), ચંદુભાઈ ખૂંટ સહિત મોટી સંખ્યા માં આગેવાનો દ્વારા પોલીસ ઈન્સ્પેકટર ને આવેદન આપી રજૂઆત કરી હતી.