Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં સમસ્ત હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા જેતલસર ની ઘટનાને ધ્યાનમાં રાખી આરોપીને ફાંસી આપો ના નારા સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
તાજેતરમાં જેતપુર તાલુકાના જેતલસર ગામે એક તરફી પ્રેમી દ્વારા 16 વર્ષીય યુવતી નિર્મમ હત્યાના પડઘા ગુજરાતમાં ઉઠી રહ્યા છે. ત્યારે ધોરાજી ખાતે સમસ્ત હિંદુ મુસ્લિમ સમાજ ની વિવિધ સામાજિક સંસ્થાઓ ના અગ્રણી અને વિવિધ જ્ઞાતિઓના આગેવાનો દ્વારા આજે રેલી સ્વરૂપે ધોરાજી પ્રાંત અધિકારી ને લેખિત આવેદન પાઠવી હત્યારાની ફાંસી ની માંગણી કરી બેનરો અને સુત્રોચ્ચારો દ્વારા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આવેદનપત્ર પાઠવવામાં ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ વતી ધોરાજી હિંદુ યુવક સંઘ .ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ચેમ્બર ઓફ કોમર્સ ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા ખોડલધામ ધોરાજી વી.વાય.ઓ. પૃસ્ટી સંપ્રદાયઅખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા લેવા પટેલ સમાજ સમસ્ત સિંધી સમાજ કડવા પટેલ સમાજ સમસ્ત મુસ્લિમ સમાજ સમસ્ત બ્રહ્મ સમાજ સમસ્ત ક્ષત્રિય સમાજ સમસ્ત કડિયા સમાજ સમસ્ત મેઘવાળ સમાજ સમસ્ત લુહાર સમાજ કડિયા સમાજ સોની સમાજ વાલ્મિકી સમાજ દાઉદી વ્હોરા સમાજ ઓલ ઇન્ડિયા મેમન જમાત સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત સહિત ધોરાજીની હિંદુ-મુસ્લિમ સંસ્થાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ વેપારી એસોસીએશન વિગેરે સંસ્થાઓના અગ્રણીઓ જોડાયા હતા અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નરાધમ આરોપીને ફાંસીની સજા આપો તેવી માગણી કરી હતી
ડેપ્યુટી કલેક્ટર ખીમાંણીભાઈ એ આવેદનપત્ર સ્વીકારી ઉચ્ચકક્ષાએ પહોંચાડવાની ખાત્રી આપી હતી
અહેવાલ:-સક્લેન ગરાણા ધોરાજી