Gonda-Rajkot ગોંડલ યુવા કૉંગ્રેસ દ્વારા મહિલા કોલેજ શરૂ કરવા શિક્ષણમંત્રી ને કરાઈ રજુઆત.
બિલ્ડીંગ સમારકામ ના નામે એક વર્ષ થી અભ્યાસક્રમ બંધ
તાત્કાલિક નવી જગ્યા ફાળવી અભ્યાસ શરુ કરવા કરાઈ રજુઆત
ગોંડલ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા દ્વારા ગોંડલ નગરપાલિક ના અધિકારીઓ તેમજ શિક્ષણમંત્રી ને રજુઆત કરતા જણાવ્યું હતું કે હાલ નગરપાલિકા સંચાલિત મહિલા કોલેજ આશરે એક વર્ષ થી વધુ સમય થી બિલ્ડીંગ ના સમારકામ સબબ કોલેજ બંધ છે
જેના લીધે આશરે ૧૮૦૦ થી વધુ વિધાર્થીનીઓનો અભ્યાસ પણ બંધ હોવાથી તેમનું ભાવિ બગડી રહ્યું છે. એક વર્ષ થવા છતાં બિલ્ડીંગ નું સમારકામ શરૂ ન થતા હજી કામ પૂર્ણ થવામાં કેટલો સમય લાગે તે નક્કી નથી માટે વિધાર્થીઓનું અભ્યાસ બગડે નહીં તે માટે અલગ બિલ્ડીંગ ની તાત્કાલિક વ્યવસ્થા કરી ત્યાં રેગ્યુલર અભ્યાસ શરુ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.