Dhoraji-Rajkot ધોરાજી શહેર ભાજપ દ્વારા શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ અંગે નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તે તેવી માગણી સાથે ચિફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું.
ધોરાજી શહેર ભાજપ કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પશુઓ જેવા કે ગાય ધણખુટ તથા કૂતરાઓનો ત્રાસ અસહ્ય વધી ગયો છે ભૂતકાળમાં બાળકો તથા પુખ્ત વયના વ્યક્તિઓને કુતરા કરડીયાના બનાવો અંગે સમાચાર પત્રોમાં પણ પ્રસિદ્ધ થયા છે તથા ધોરાજી શહેરના મુખ્ય માર્ગો ઉપર ધણખુટ તથા ગાયોએ શહેરના લોકો પર હુમલો કરી નાની મોટી ઈજાઓ પહોંચાડે છે તેમજ ધોરાજી શહેરના રસ્તા ઉપર જતા વાહનો ચાલકો સાથે ગાય ધણખૂટ પશુઓ એ અનેક જગ્યાએ હુમલા કર્યા છે તેવા પણ બનાવો નોંધાયા છે
વિઠ્ઠલભાઈ હિરપરાએ વધુમાં જણાવેલ કે રસ્તાઓ પર રખડતી ગાયોને પૂરતું ખાવાનું ન મળતા તેમજ પ્લાસ્ટીક પણ ખાય છે હિન્દુ ધર્મમાં ગાયોને માતાનો સ્વરૂપ માનવામાં આવે છે તેથી હિન્દુ સમાજની લાગણી ન દુભાય તે બાબતે ગૌવંશને યોગ્ય સ્થાને રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી કરી હતી
અંતમાં જણાવેલ કે રખડતા ઢોરને યોગ્ય સમયે નિકાલ કરવો જોઈએ તે માટે ધોરાજી નગરપાલિકા મ્યુનિસિપલ એક્ટ ૧૯૬૩ ની કલમ 239 થી 245 ની મળેલી સત્તાનો ઉપયોગ કરી તાત્કાલિક ધોરણે પશુ ને ડબ્બામાં ઉપાડી તાત્કાલિક યોગ્ય સ્થાને પહોંચાડવી જોઇએ તેમજ છેલ્લા ઘણા સમયથી કુતરા પકડવા નું પણ બંધ છે અને ૧૦૦થી વધારે લોકોને કુતરા કરડી ગયા છે તેવા બનાવો નોંધાયા છે જેથી તાત્કાલિક અસરથી શહેરમાં રખડતા પશુઓ અને કુતરાઓ ની સામે ધોરાજી નગરપાલિકા યોગ્ય કાર્યવાહી કરે તેવી માગણી કરી હતી
અહેવાલ:-સકલૈન ગરાણા ધોરાજી