Virpur-Rajkot યાત્રાધામ વિરપુરમાં ગાજીપરા પરિવારના લાડલા વરરાજા ડો.સુમિત ના લગ્નની જાડેરી જાન બળદ ગાડામાં જોડાય.
યાત્રાધામ વિરપુરમાં ગાજીપરા પરિવારમાં અનોખી જાડેરી જાન જોડાય.
લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી’ આ લગ્નગીત સૌ કોઈએ સાંભળ્યું હશે પરંતુ યાત્રાધામ વિરપુરમાં ડો.સુમિત ગાજીપરાએ ‘લાલ મોટર’ માં નહીં પરંતુ બળદ ગાડામાં જાન જોડી હતી. શણગારેલા ગાડામાં વરરાજો ફૂલનો ગજરો લઈને પરણવા નીકળ્યો હતો.વિરપુરના લેઉવા પટેલ સમાજના શ્રીમંત ગાજીપરા પરિવાના ડો.સુમિત ના લગ્ન ધામેલીયા પરિવારની દીકરી ડો.ખુશ્બુ સાથે યોજાયા હતા જેમાં ડો.સુમિતની જાન પાંચ જેટલા શણગારેલા બળદ ગાડામાં બેન્ડવાજા સાથે જાન વિરપુરના રાજમાર્ગો ઉપર નીકળતા સૌ કોઈ આ અનોખી જાન જોવા ઉમટી પડ્યા હતા.
જો કે જે ગાજીપરા પરિવારના ડો.સુમિતની જાડેરી જાન બળદ ગાડામાં જોડવાનું પરિવારના મોભીએ જણાવ્યું હતું કે ‘ગાડામાં પરણવા જવાની જૂની એક પરંપરા તેમજ સંસ્કૃતિ છે જે વર્ષો પહેલા પોતાના વડવાઓ આ રીતે શણગારેલા બળદ ગાડામાં જાન લઈને પરણવા જતા આથી તે આ પરંપરા તેમજ આપણી હિન્દૂ સંસ્કૃતિ જાળવી રાખવા માટે પોતાના લાડલા ડો.સુમિતની જાન પણ ગાડામાં જોડીને પરણાવવા જઈએ છીએ વધુમાં અત્યારની યુવા પેઢીને પણ આજ રીતે પોતાની જૂની સંસ્કૃતિ મુજબ લગ્નમાં ખોટા ખર્ચ કર્યા વગર જ શણગારેલા બળદ ગાડામાં જાન જોડીને હિન્દૂ સંસ્કૃતિને ઉજાગર કરવી જોઈએ.
અહેવાલ:-કિશન મોરબીયા વિરપુર