Rajkot-રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપુર્ણ સંપન્ન થતા ચૂંટણી સાથે સંકળાયેલા સૌનો આભાર માનતા જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન.
રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીનું મતદાન તા.૨૧મી ફેબ્રુઆરીએ થયા બાદ આજે તા.૨૩ ફેબ્રુઆરીના રોજ મતગણતરી અને પરીણામો જાહેર થવાની સાથે મહાનગરપાલિકાની ચુંટણી પ્રકિયા શાંતિપુર્ણ રીતે સંપન્ન થતા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી રેમ્યા મોહને ચુંટણીની કામગીરી સાથે સંકળાયેલા સૌનો આભાર માન્યો હતો. કલેકટરશ્રીએ નાગરીકો, તમામ પક્ષના ઉમેદવારો અને મીડીયા અને કર્મયોગીઓનો પણ આભાર માન્યો છે.
હવે તા.૨૮ ફે્બ્રુઆરીના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ ગોંડલ નગરપાલીકાની સામાન્ય ચુંટણી અને જેતપુર નગરપાલીકાની એક બેઠકની પેટા ચુંટણી યોજાશે.આગામી ચુંટણીમાં પણ આવા જ સાથ સહકારની આશા વ્યકત કરી છે.