Dhoraji-Rajkot ધોરાજી પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા.
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોરાજી પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા
જે અંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા એ જણાવેલ કે જિલ્લા પોલીસવડા બદામ મેળા ની સૂચનાથી રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારની બદી દૂર કરવા બાબતે કડક હાથે કામ લેવાની સૂચના અનુસાર ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ રમેશભાઈ બોદર લાલજીભાઈ જાંબુકિયા લવજીભાઈ હાપલીયા રવિરાજસિંહ જાડેજા વિગેરે પેટ્રોલિંગ દરમિયાન ધોરાજીના પાવરહાઉસ પાટીદાર મિલ ની પાસે જાહેરમાં જુગાર રમતાં 1 હબીબ સીદીક સમા 2 અબ્દુલ સુલતાન બીડીવાલા મેમણ 3 ફારૂક ગફાર જુવારીયા 4 ઈશાક ઓસમાણ સમા 5 નિતીન લવજી મકવાણા રાય બધા ધોરાજી વાળા ને જાહેરમાં જુગાર રમતા રોકડ રૂપિયા 13740 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ઉપરોક્ત બનાવવાની ધોરાજીના પોલીસ ઈન્સપેક્ટર હુકુમતસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે
અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી