Gujrat-ગુજરાત નાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા નહીં કરી શકે ચૂંટણી પ્રચાર.

વડોદરામાં શનિવારે રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેસર લો થઈ જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ECG, 2D, બ્લ્ડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા. જે નોર્મલ હતા. કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેઓની પરિસ્થિતિ હાલ સ્થિર છે. કોઈ ચિંતા વાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
મુખ્યમંત્રીનાં તમામ કાર્યક્રમો રદ
સંપર્કમાં આવેલા તમામનો થશે ટેસ્ટ
કોર્પો.સાથે પંચાયતનાં પ્રચારમાં નહી લઇ શકે ભાગ
14 દિવસ સુધી મુખ્યમંત્રી રહેશે કવોરોન્ટાઇન
કવોરોન્ટાઇન થવાને કારણે નહીં કરી શકે પ્રચાર.

error: Content is protected !!