Dhoraji-Rajkot ધોરાજી માં વિદેશી દારુના ગુનામાં અગાઉ પકડાયેલા ધોરાજીના વેગડીના ભાવેશ ભોજાભાઇ કોડીયાતર જાતે રબારી નામના આરોપીની અટકાયત કરી પાસા હેઠળ સુરતની લાજપુર જેલ હવાલે કરવામાં આવ્યો.
મળતી વિગતો મુજબ રાજકોટના જીલ્લા મેજી. રેમ્યા મોહન એ અગાઉ ઇંગ્લીશ દારૂ (પ્રોહીબીશનના) ગુન્હામાં પકડાયેલા આરોપી વીરુધ્ધ પાસા તળે અટકાયતમાં લેવા હુકમ કરતા બલરામ મીણા (પોલીસ અધીક્ષક રાજકોટ ગ્રામ્ય) ની સુચના મુજબ એ.આર. ગોહીલ (પો.ઇન્સ. એલસીબી) પાસા વોરંટ બજવણી અર્થે આપતા પાસા અટકાયતીના હુકમની બજવણી કરી આરોપી ભાવેશ ભોજાભાઇ કોડીયાતર જાતે રબારી ઉ.વ. ર3 (રહે ગામ વેગડી ખાડીયા વીસ્તારના ધોરાજી) ની અટકાયત કરી તેને પાસા હેઠળ સુરતની જેલ હવાલે કરાયેલ છે.
આ કામગીરી એલસીબી રાજકોટ ગ્રામ્યાના પો.ઇન્સ. એ.આર. ગોહીલ પો.સ.ઇ. વી.એમ. કોલાદરા, પો.હેડકોન્સ. મહેશભાઇ જાની, શકિતસિંહ જાડેજા, અમીતસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રીવેદી, કૌશીકભાઇ જોષી, ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એચ.એ. જાડેજા, પો.હેડકોન્સ. લાલજીભાઇ જાંબુકીયા, રમેશભાઇ બોદર, વુ.પો. કોન્સ. સલમાબેન વી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.
અહેવાલ:-સકલેન ગરાણા .ધોરાજી