Gondal-Rajkot ગોંડલનાં મોવિયા ખાતે વડવાળી જગ્યામાં ખીમદાસબાપુ એવોર્ડ સમારોહ યોજાયો.
ગોંડલ ના મોવિયા ખાતે સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધી મંદિરમાં ખીમદાસબાપુ એવોર્ડ યોજાયો હતો. પ.પુ અલ્પેશબાપુએ શરૂઆતનું સ્વાગત પ્રવચન કરી સૌ આમંત્રિત મહેમાનોને આવકાર્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ ગોંડલ રાજવી પરિવારના રાજકુમાર સાહેબ જ્યોતીમયસિંહજી ઓફ હવા મહેલ કે કોરોના કાળની મહામારી પછીનુેં આ મારૂ પ્રથમ જાહેર ફંકશન છે. એમની શુભ શરૂઆત સમાધિના સાનિધ્યમાં સમાધિના ધુપથી શરૂ થઇ રહી છે. અને મારી ગોંડલની વિધ વિધ ક્ષેત્રની વિશિષ્ટ પ્રતીભાઓને સન્માનીત કરતા હું ખુબજ હર્ષની લાગણી અનુભવુ છે. આ વખતનાં ૨૦૨૧નો એવોર્ડ ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી સૌરાષ્ટ્ર યુર્નિવસીટીને અપર્ણ થયો હતો. તેમણે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે ચૈતન્ય સમાધી એ સાંજે ધુપ કરવો પડતો નથી પરંતુ એમની મેળે સમાધીના રૂપની ભભકથી મંદિર મહેકતુ હોય છે. મહેસુલ વિભાગમાં એવોર્ડ સ્વીકારનાર ડે. કલેકટર રાજેશકુમાર હાલ પોતાને એવોર્ડ મળ્યો છે એ બદલ પ.પુ મહંતબાપુનો આભાર માની સમાધિના આર્શીવાદ મેળવ્યા હતા. સાહિત્ય ક્ષેત્રમાં એવોર્ડ સ્વીકારનાર હરદેવભાઇ આહીરે કહ્યું હતુ કે એવોર્ડ સમારંભને પ્રેરક બળપુરૂ પાડનાર ગોપાલભાઇ ભુવાએ આ દેહાણની જગ્યાના ૪૦૦ વર્ષ જુના ઇતિહાસ અને પરચાઓની વાત કરી હતી. આમંત્રીત મહેમાન તરીકે સંત આનંદ આશ્રમના મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ નીરંજનભાઇ રાજ્યગુરૂ એ ખાસ હાજરી આપીહ હતી. તેમજ ગોંડલ સીટી પોલીસના પી.એસ.આઇ. બી.એલ. ઝાલા વતી એમના દિકરીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. તેમજ ધર્મેશભાઇ પંડ્યા, ચંદ્રકાંતભાઇ પટેલ, દિપાલીબેન વીરડીયા, મણીલાલા દુદાણીએ એવોર્ડ સ્વીકારીને પ.પૂ. ભરતબાપુનો આભાર માન્યો હતો. (