Jetpur-Rajkot જેતપુર-અમરનગર રોડ પર રોડ એક્સીડેન્ટમાં 2 વ્યક્તિના કરુણ મોત જ્યારે 1 વ્યક્તિ ગંભીર ઘાયલ.
રાજકોટ જિલ્લામાં જેતપુરના અમરનગર ગામ પાસે લગ્નપ્રસંગમાંથી પરત ફરતી વેળાએ રોડ એક્સીડેન્ટમાં બે વ્યક્તિન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યાં હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બધા વ્યક્તિ અમરનગર થી લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહયા હતા ત્યારે કાર અચાનક ઉથલી પડતા ગોઝારો અકસ્માત થયો હતો.
જેથી સુખના પ્રસંગમાંથી પરત ફરતા દુઃખનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યાવહી હાથ ધરી છે.
અહેવાલ:-કપિલ બલદાણીયા. જેતપુર.