ગોંડલ સરકારી હોસ્પિટલમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સરકારી કર્મચારીઓ નું રસીકરણ કરવામાં આવ્યું.
રાજકોટ જિલ્લામાં કુલ ૧૨ બુથ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ૬૫૦ કર્મચારીઓ ને રસી અપાશે આ રસીકરણ ની સંખ્યા વધુ રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગે શનિવારે વિભાગો પાસેથી રસી લેવા ઈચ્છુ લોકોની નામાવલી મંગાવી હતી અને તે મુજબ જ એસ.એમ.એસ.કરવામાં આવ્યા હતા
સરકારી કર્મચારીઓને રસીકરણ માટે પ્રેરણા મળે તે માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ગોંડલ ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર કુમાર આલ,ગોંડલ ડિવિઝન ડી.વાય.એસ.પી.પી.એ.ઝાલા,ગોંડલ શહેર મામલતદાર કે.વી.નકુમ,ગોંડલ તાલુકા મામલતદાર બી.એ.કાલરીયા, ગોંડલ નગરપાલિકા ચીફ ઓફિસર એચ.કેે.પટેલ,પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ એ પણ રસી મુકવી હતી.