Jetpur-Rajkot ભાદર સિંચાઈ વિભાગ દ્વારા શિયાળું પાકના પિયત માટે કેનાલ છોડવામાં આવી છે. તે કેનાલમાંથી કચેરી દ્વારા ગૌશાળાના ગૌવંશને પાણી પીવડાવાના નામે ખાનગી વ્યવસાયકારોને ફાયદો થાય તે રીતે એક તળાવ ભરવામાં આવી રહ્યાની જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરે ફરીયાદ કરવામાં આવી છે.
ભાદર સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ વર્ષે શિયાળું પાકના પિયત માટે ભાદર કેનાલ છોડવામાં આવી છે. આ કેનાલમાંથી સિંચાઈ વિભાગના ઈજનેર મુકેશ જોશી સરધારપુર રોડ પર આવેલ તળાવ ભરાવતા હોવાની જાગૃત નાગરિકે ફરીયાદ કરેલ. આ અંગે ઈજનેર જોશીને પુછતાં તેમણે જણાવેલ કે, આ નવાગઢની ગૌશાળા દ્વારા તેમના ઢોરને પીવા માટે દર વર્ષે કચેરીમાં પૈસા ભરીને તળાવ ભરાવે છે. ચાલુ વર્ષે પણ પૈસા ભર્યા છે. માટે અમોએ માઇનોર કેનાલમાંથી તળાવ ભરવાની મંજૂરી આપી છે. અને અત્યારે તો તળાવ ભરવા માટે માઇનોર કેનાલનો પારો તોડવામાં આવ્યો છે. પરંતુ હવે પારો ન તોડવો પડે તે માટે એક ગેટ મૂકી દેવાનો છે. પરંતુ તળાવના પાણીનો કેટલાક શખ્સો વ્યાવસાયિક હેતું માટે પાણી વેંચતા હોવાનું પુછતાં તેઓએ જણાવેલ કે, એવો બનાવ તો ક્યારેય બન્યો નથી. પરંતુ તળાવની સામે આવેલ ખેતરમાંના કુવામાંથી પાણી વેચય છે. અને તળાવમાં પાણી ભરાવાથી જો તેઓના કુવાના તળ ઉંચા આવી જતા હોય તો કંઇ તળાવ ભરવાનું બંધ ન કરી દેવાય.
કેનાલના પાણીના વ્યવસાયિક ઉપયોગ માટે એક જાગૃત નાગરિક એસીબીને પણ ફરીયાદ કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. કેમ કે, તળાવ કંઈ હજાર બે હજાર લીટર પાણીથી નથી ભરાતું પરંતુ આખું તળાવ ભરવા માટે કેટલા એમએલડી પાણી જોઈએ. અને આવી રીતે મૂંગા પશુઓને નામે પાણીનો વેપલો કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
અહેવાલ:-દિનેશ રાઠોડ. જેતપુર.
226 thoughts on “Jetpur-Rajkot ભાદર સિંચાઈ વિભાગ દ્વારા શિયાળું પાકના પિયત માટે કેનાલ છોડવામાં આવી છે. તે કેનાલમાંથી કચેરી દ્વારા ગૌશાળાના ગૌવંશને પાણી પીવડાવાના નામે ખાનગી વ્યવસાયકારોને ફાયદો થાય તે રીતે એક તળાવ ભરવામાં આવી રહ્યાની જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરે ફરીયાદ કરવામાં આવી છે.”
Comments are closed.