Rajkot. બેન્ક તથા આંગડીયા પેઢીમાંથી પૈસા લઈને નીકળતા લોકોની રેકી કરી કોઈપણ રીતે તેની નજર ચુકવી પૈસાની ચોરી કરતી આંતર રાજય “નાયડુ ગેંગ”ને પકડી પાડતી ગ્રામ્ય લૉકલ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ.


ગત વર્ષ તા.૨૯/૧૦/૨૦૨૦ ના રોજ રાકેશભાઇ દામજીભાઇ કમાણી રહે.રાજકોટ વાળા શાપર-વેરાવળ વી.પી.આંગડીયા પેઢીમાંથી રૂ.૫,૦૫,૩૦૦/- લઈ પોતાની ફોર-વ્હીલરમાં રાખી નીકળેલ અને પડવલા નજીક કારખાના પાસે રોડ ઉપરથી તેમની કારમાંથી રૂ.૫,૦૫,૩૦૦/- ભરેલ થેલી કોઈ ચોરી કરી લઈ ગયેલ જે અંગે તા.૨૯/૧૦/૨૦૨૦ ના રોજ શાપર-વેરાવળ પો.સ્ટે.માં ૧૧૨૧૩૦૯૧૨૦૧૧૪૫ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબ ફરિયાદ નોંધાયેલ.આ ગુન્હા બાબતે ગુરાત રાજ્યના મહત્વકાંક્ષી વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી રાજકોટ ગ્રામ્યની કચેરી ખાતે કાર્યરત સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર “નેત્રમ” ની મદદથી શાપર-વેરાવળ વિસ્તારમાં લગાવેલ સી.સી.ટી.વી.કેમેરાઓમાં જોતા ત્રણ શંકાસ્પદ ઈસમો પીળા કલરનુ બજાજ પલ્સર મો.સા. રજીસ્ટર નંબર GJ-01-PE-2376 સાથે ફરિયાદીનો પીછો કરતા જોવામાં આવેલ જે મો.સા.રજી.નંબર બાબતે “પોકેટકોપ” દ્વારા માલીક સુધી પહોંચી તપાસ કરતા વાહન માલીકે આ વાહન બહારના રાજ્યના કોઈ અજાણ્યા વ્યક્તિને વેચેલ તેમણે તેમના ખોટા આઈ.ડી.પ્રુફ આપેલા અને વાહન તેમના નામે ટ્રાન્સફર કરેલ ન હોય અને આ પ્રકારની એમ.ઓ.દ્વારા કર્ણાટક રાજ્યની “નાયડુ ગેંગ” દ્વારા આ મો.સા.થી અન્ય ઘણી જગ્યાએ આ પ્રકારે ચોરી કરેલનુ જણાયેલ જેથી રાજકોટ રેન્જ ડી.આઈ.જી.પી. સંદિપ સિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબનાઓએ સદરહુ ગેંગને તાત્કાલીક પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય

જે અન્વયે અમો એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ. એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ આ “નાયડુ ગેંગ” ના સાગરીતોને પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન અમો એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ.અજયસિંહ.આર.ગોહીલ તથાપો.હેડ.કોન્સ. રવિદેવભાઈ બારડ, અનીલભાઈ ગુજરાતી,, પો.કોન્સ.પ્રકાશભાઈ પરમાર ને હ્યુમન રીસોર્સીસ દ્વારા મળેલ ચોકકસ બાતમી આધારે ચોરીના મુદ્દામાલ, ચોરીના સાધનો તથા વાહન સાથે ચોરી કરનાર ઈસમોને પકડી પાડી હસ્તગત કરી ગુજરાત તથા રાજસ્થાનના કુલ અગિયાર(૧૧) વણશોધાયેલ ગુન્હાઓના ભેદ ઉકેલવામાં આવેલ છે. *હસ્તગત કરેલ આરોપીઓ:-*

 (૧) બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર ઉ.વ. ૨૮ રહે- હાલ- રાજકોટ, ગોકુલ પાર્ક આજીડેમ રોડ, માંડાડુંગર વિસ્તાર મુન્નાભાઇ ભરવાડના મકાનમાં તથા પીપરટોન ૨ ક્રાસ્ટ ભદ્રાવતી તા. ભદ્રાવતી જી. શીવમોગા રાજય- કર્ણાટક મુળ- શીવમંદિર ગાંધીનગર બેંગ્લોર હાઇવે, ચેન્નઇ (તામીલનાડું) (૨) હરીશ ઉર્ફે અરીશ સન-ઓ રવિ નાયડુ ઉવ.૨૮ ધંધો છુટક મજુરી રહે.હાલ-ગોકુલ પાર્ક, મુનાભાઈ ભરવાડના મકાનમાં માંડા ડુંગર વિસ્તાર આજીડેમ પાસે રાજકોટ મુળ ગામ-હોસ્માને સર્કલ (થર્ડ ક્રોસ) તીસરા ગલી ભદ્રાવતી જી.શિમોગા કર્ણાટક રાજય(૩) ગોપી લક્ષ્મણા નાયડુ ઉ.વ. ૨૫ રહે- હોસ્માને, ભદ્રાવતી જી.શિમોગા રાજ્ય કર્ણાટક હાલ- રાજકોટના માંડાડુંગર ગોકુલ પાર્કમાં એક ભાડાના મકાનમાં(૪)  કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર નિચે જણાવેલ વણ-શોધાયેલ ગુન્હાઓ શોધાયેલ છે.*અ.નં.આરોપીઓએ કરેલ કબુલાત તેમજ તે અન્વયે દાખલ થયેલ ગુન્હાની વિગત:-*આજથી સવા વર્ષ પહેલા બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર તથા શરદ તથા બાબુ એમ બધાએ અમદાવાદ શહેરના માણેકચોક વિસ્તારમાંથી એક એક્ટીવા ચાલક ની પીઠ પર ખંજવાળની ભુક્કી નાંખી તેની પાસેથીઆશરે( રૂ ૨૪,૦૦,૦૦૦/- ) ચોવીસ લાખની કિંમતના સોનાના બીસ્કીટ નંગ ૬ ની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (અમદાવાદ સીટી ખાડીયા પો.સ્ટે. ૪૨/૨૦૧૯ ઈ.પી.કો.કલમ ૩૭૯) 
આજથી આશરે અઢી મહિના પહેલા બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર તથા હરીશ ઉર્ફે અરીશ સન-ઓ રવિ નાયડુ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના શાપર વે. વિસ્તાર નજીક થી કારખાના પાસે રોડ ઉપરથી એક ફોર-વ્હીલર કાર માંથી આશરે રોકડ રૂપીયા પાંચ લાખની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (શાપર વે. પો.સ્ટે. ફ.ગુ.ર.ન ૧૧૨૧૩૦૯૧૨૦૧૧૪૫/૨૦૨૦ આઇ.પી.સી ૩૭૯ મુજબ) 
આજથી આશરે એક મહિના પહેલા બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર તથા હરીશ ઉર્ફે અરીશ સન-ઓ રવિ નાયડુ તથા ગોપી લક્ષ્મણા નાયડું તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ રાજસ્થાન રાજયના જયપુરમાં પાવટા સિધ્ધી વિનાયક હોસ્પીટલ પાસે એક પૂરૂષની પીઠ પર ખંજવાળની ભુક્કી નાંખી તેની પાસેથી ત્રણેક લાખ રોકડા રૂપીયાની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (રાજસ્થાન જયપુર પ્રાગપુરા પો.સ્ટે.૦૬૫૭/૨૦૨૦ ઈ.પી.કો.કલમ ૩૭૯) 
આજથી આશરે બે મહિના પહેલા બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર તથા ગોપી લક્ષ્મણા નાયડું તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ સુરેન્દ્રનગર મલ્હાર ચોક પાસે એક મોટર-સાયકલના હેન્ડલમાં ભરાવેલ થેલી લઈ તેમાંથી આશરે રૂ.૧,૦૦,૦૦૦/- ની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૩૮૭/૨૦૨૦ ઈ.પી.કો.કલમ ૩૭૯)  
આજથી ત્રણેક માસ પહેલા બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર તથા હરીશ ઉર્ફે અરીશ સન-ઓ રવિ નાયડુ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ ગાંધીનગર માં એક બ્રેઝા ગાડીનો કાચ તોડી આશરે સાડા ચારેક લાખ રૂપીયાની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (ગાંધીનગર સેક-૭ પો.સ્ટે.૦૫૬૪/૨૦૨૧ ઈ.પી.કો.કલમ ૩૭૯,૪૨૭,૧૧૪)
આજથી આશરે દશેક દિવસ પહેલા બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર તથા ગોપી લક્ષ્મણા નાયડું તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ સુરેન્દ્રનગર શહેરના મેઇન રોડ ઉપર એક એકટીવાની ડેકીમાંથી રૂ. ૨,૭૦,૦૦૦/- ની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (સુ.નગર સીટી એ ૧૦૬૬/૨૦૨૦ ઈ.પી.કો.કલમ ૩૭૯)  
આજથી આશરે એક મહિના પહેલા બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર તથા હરીશ ઉર્ફે અરીશ સન-ઓ રવિ નાયડુ  તથા ગોપી લક્ષ્મણા નાયડું તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ રાજસ્થાન રાજયના જયપુર પાસે આવેલ દુદુ ગામમાંથી રૂ. પ૦,૦૦૦/- ની ચોરી કરેલની કબુલાત આપેલ છે. 
આજથી આશરે એક વર્ષ પહેલા બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ સુરેન્દ્રનગર શહેરમાં એક આંગડીયા પેઢી પાસેથી મો.સા.માં રાખેલ થેલીમાંથી રૂ. ૧,૦૦,૦૦૦/- ની ચોરી કરેલની કબુલાત આપેલ છે.
આજથી આશરે ચારેક દિવસ પહેલા બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર તથા હરીશ ઉર્ફે અરીશ સન-ઓ રવિ નાયડુ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ જામનગર શહેરમાંથી રૂ. ૧,૨૫,૦૦૦/- ની ચોરી કરેલની કબુલાત આપેલ છે.
આજથી આશરે એક મહિના પહેલા બાલુ ઉર્ફે સુનીલ ક્રિષ્ના અય્યર તથા હરીશ ઉર્ફે અરીશ સન-ઓ રવિ નાયડુ  તથા ગોપી લક્ષ્મણા નાયડું તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ રાજસ્થાન રાજયના જયપુરમાં અલગ અલગ બે જગ્યાએથી રૂ.૪૫,૦૦૦/- ની ચોરી કરેલની કબુલાત આપેલ છે.   
આજથી આશરે સાતેક વર્ષ પહેલા હરીશ ઉર્ફે અરીશ સન-ઓ રવિ નાયડુ તથા સંજુ રહે- મુંબઇ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરએ મહારાષ્ટ્ર રાજયના પુના શહેરમાંથી એક દુકાનના તાળા તોડી તેમાંથી રોકડા રૂ. ૫૦,૦૦૦/- ની ચોરી કરેલની કબલુાત આપેલ છે.
*કબ્જે કરેલ મુદ્દામાલ:-* પીળા કલરનું પલ્સર મો.સા. નં. GJ-01-PE-2376 કિ.રૂ. ૪૦,૦૦૦/- રોકડ રકમ રૂ. ૨,૮૦,૦૦૦/- સીમકાર્ડ વગરનો વીવો સ્માર્ટફોન કિ.રૂ. ૫,૦૦૦/- જીઓ વાઈફાઈ ડોંગલ કિ.રૂ. ૧,૦૦૦/- ગાડીના કાચ તોડવા માટે તથા ખીસ્સા કાપવા માટેનુ “ગ્લાસ બ્રેકર” તથા ખંજવાળ માટેનુ ભુંસુ/ પાવડર ભરેલ પડીકી તથા ડ્રાઇવીંગ લાયસન્સ તથા ડેબીટ કાર્ડ મળી કુલ રૂ. ૩,૨૬,૦૦૦/- 
*મોડસ ઓપરેન્ડી:-* પોતાના ફોટા તથા ખોટા નામ-સરનામા વાળા આઈ.ડી.પ્રુફ આપી ડમી સીમકાર્ડ ખરીદી તે સીમકાર્ડ દ્વારા ફોન પર માંથી “OLX” પર વેચવા મુકેલ પલ્સર જેવા સ્પોર્ટ બાઈક ખરીદી બેંક તથા આંગડીયા પેઢીમાં રેકી કરી તેમાંથી પૈસા કે દાગીના લઈને નીકળતા લોકોનો પિછો કરી જો તે મોટર સાયકલમાં જતા હોય તો તેના ઉપર સખત ખંજવાળ આવે તેવો નાંખી અથવા રોડ પર નવી નોટો  મૂકી તેનુ ધ્યાન ખેચી તથા ફોર-વ્હીલર ચાલક હોય તો તેના વાહનમાં ઓઈલ ઢોળાઈ છે કે પંચર છે કે વાહનમાં કલર લગાડી વાહન ચાલકનુ ધ્યાન ખેચી અથવા પૈસા લઈને જતા વ્યક્તિ અથવા ફોર-વ્હીલર ગાડીના લોક ખોલી, ગ્લાસ બ્રેકર દ્વારા ગાડીનો કાચ તોડી પૈસા ની ચોરી કરવાની એમ.ઓ.ધરાવે છે. 
આરોપી હરીશ ઉર્ફે અરીશ સન-ઓ રવિ નાયડુ વિરૂધ્ધ રજી.થયેલ ચોરીના ગુન્હાઓ (૧) સમર્થ પો.સ્ટે. પુણે મહારાષ્ટ્ર ફર્સ્ટ ૧૮૪/૨૦૧૬ (૨) પીધોની પો.સ્ટે. મઝગાવ મુંબઈ મહારાષ્ટ્ર ૨૦૦/૨૦૧૫ (૩)  પીધોની પો.સ્ટે. મઝગાવ મુંબઈ મહારાષ્ટ્ર ૧૯૭/૨૦૧૫ (૪) એલ.ટી.માર્ગ પો.સ્ટે. મહારાષ્ટ્ર ૨૦૫/૨૦૧૫ ઈ.પી.કો.કલમ ૩૭૯  (૫) ભદ્રાવતી કર્ણાટક માં પીકપોકેટીંગ તથા જુગારધારા ના ૩ કેસ નોંધાયેલ છે.(૬) કર્ણાટક બેંગાલૂરૂ માં ૨૭/૨૦૧૭  *આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. એ.આર.ગોહીલ તથા પો.સબઇન્સ.વી.એમ.કોલાદરા તથા પો.હેડ કોન્સ. રવિદેવભાઇ બારડ, જયેન્દ્રસિંહ વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇગુજરાતી, સંજયભાઇપરમાર, શક્તિસિંહજાડેજા, અમીતસિંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર,મહેશભાઇ જાની,બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો.કોન્સ.રહીમભાઈ દલ,પ્રકાશભાઈ પરમાર, પ્રણયભાઈ સાવરીયા, નારણભાઇ પંપાણીયા, કૌશીકભાઇ જોષી, મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા, રસીકભાઇ જમોડ તથા ડ્રા.ASI અમુભાઇ વિરડા, ડ્રા.PC અનીરૂધ્ધસિંહ જાડેજા,જયપાલસિંહ ઝાલા તથા નરેન્દ્રભાઇ દવે તથા એસ.ઓ.જી.શાખાના જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા ડ્રાPC સાહીલભાઈ ખોખર વિગેરે સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!