Goraji-Rajkot ધોરાજી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ઓફીસમાં તસ્કરો ત્રાટકયા:ઓફીસનો પાછળથી દરવાજો તોડીને ગેસ કટરથી તેજુરી તોડીને રકમ ઉઠાવી ગયા.

Loading

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની  ઓફીસમાં તસ્કરો ત્રાટકયા હતા અને ગેસ કટરથી તેજુરી તોડીને મોટી રકમ લઇને નાસી છુટયાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહીતી મુજબ ધોરાજીના ર૪ કલાક ધમધમતા એવા ગેલેકસી ચોક ખાતે આવેલ લાખો રૂપીયાનું ટર્ન ઓવર કરતી સહકારી સંસ્થા ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ખેડુત માટેની સંસ્થા છે.  જેમાં બીયારણ, જંતુનાશક દવાઓ અને ખાતરનો મોટો વેપાર હોય છે. ફુલ ઠંડી પડતા અજાણ્યા ચોરોએ આધુનીક હથીયારો વડે પાછળનું બારણુ તોડી અંદર પ્રવેશી આધુનીક ગેસ કટર વડે સંઘની ઓફીસમાં રખાયેલ મહાકાય તેજુરીનેતોડીને ચોરીને અંજામ આપેલ છે. આ અંગે સવારે ઓફીસ ખોલતા ચોરીનો નજારો દેખાતા મેનેજર એવા મીલન વોરાએ ધોરાજી પોલીસમાં ચોરી અંગે ફરીયાદ કરવા તજવીજ હાથ ધરાય છે. કેટલી ચોકી થઇ તે અંગે જાણવા  મળેલ નથી. આ અંગે સંઘના પ્રમુખ આર.સી.ભુતનો સંપર્ક કરતા જણાવેલ કે પોલીસ આવ્યા બાદ કેટલી ચોરી થઇ તે જાણવા મળશે.

અહેવાલ:-સકલેન ગરાણા.ધોરાજી.

error: Content is protected !!