Gondal-Rajkot 1 મિનિટ માં 89 ભાગાકાર ગણી ને વર્લ્ડ રેકોર્ડ કરનાર ગોંડલ ના 12 વર્ષ ના સૌમ્ય નિરવભાઈ મકવાણા નું સન્માન….
રાજકોટ જિલ્લાના ગોંડલ ગામના સૌમ્ય નિરવભાઈ મકવાણા ઉંમર વર્ષ 12 કોરોના સમય માં આફત ને અવસર બનાવી ને યુસીમાસ ની અબેકસ પદ્ધતિ માં સખત મહેનત અને કઠોર પરિશ્રમ સાથે પરફેક્ટ કલાસીસ ના રજનીશ રાજપરા તેમજ ઈશાની ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ માત્ર 1 મિનિટ માં 89 ભાગકાર ના દાખલા ગણી ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા માં પોતાનું નામ અંકિત કરી ગોંડલ રાજકોટ ગુજરાત રાજ્ય નું નામ રોશન કરેલ છે.
સૌમ્ય નિરવભાઈ મકવાણા ઉ.વર્ષ 12 એ કોઈ પણ પ્રકાર ના કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધન ની મદદ વગર માત્ર 0.70 સેકન્ડ માં 1 દાખલો ગણી 1 મિનિટ માં 89 સાચા દાખલા ગણી ને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે જે ગુજરાત રાજ્ય , રાજકોટ જિલ્લો અને ગોંડલ શહેર માટે વિશિષ્ટ ગૌરવ ની ઘટના બનેલ છે. બાળક ની આ સિદ્ધિ ને આજે 72 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી સમયે તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી આલ સાહેબ દ્વારા પ્રમાણપત્ર આપી ને સન્માન કરાયેલ અને બાળક ની વિશિષ્ટ સિદ્ધિ ને બિરદાવવા માં આવેલ. સૌમ્ય નિરવભાઈ મકવાણા એ આ સિદ્ધિ મેળવવા માટે સાડા ત્રણ વર્ષ માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા અને તેમની ટીમ ના માર્ગદર્શન અને તેમના માતા પિતાના આશીર્વાદ થી આ સિદ્ધિ મેળવીને સાબિત કર્યું છે કે ઇન્ડિયા માં કોઈ પણ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ઉંમર નહિ પરંતુ આવડત અને કઠોર પરિશ્રમ જ પરિણામ લાવી શકે છે.
તા.11.12 2020 ના રોજ વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા અમદાવાદ એ સૌમ્ય ની આ સિદ્ધિ ને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી રેકોર્ડ માન્ય રાખેલ છે. ગોંડલ ના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી રમેશભાઈ ધડુકે સૌમ્ય મકવાણા ની અને રજનીશભાઈ રાજપરા ની આ સિદ્ધિ ને બિરદાવી હતી.આ રેકોર્ડ કરવામાં ગોંડલ હવામહેલ ના માનનીય શ્રી જ્યોતિર્મયસિંહ જી , પ્રાંત અધિકારી શ્રી આલ સાહેબ , મામ.શ્રી નકુમ સાહેબ , મામ શ્રી મણવર સાહેબ , ના.મામ. શ્રી મનીષભાઈ જોષી , તેમજ પ્રકૃતિ પ્રેમી હિતેશભાઈ દવે ની ઉપસ્થિતિ માં આ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં સહયોગ પ્રાપ્ત થયેલ છે.