Moviya-Gondal શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમારોણ અભિયાન માં ગોંડલ તાલુકાના મોવિયા ગામ ની ધાર્મિક જગ્યાના સંતો અને મહંતોએ માત્ર 1 કલાક માં ₹ 50000 કરતા વધુ રકમ નું નિધિ સમર્પણ કર્યું.
ગોંડલ તાલુકા ના મોવિયા ગામમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન ગોંડલ તાલુકા સમિતિ આયોજીત બેઠક માં જેમાં મોવિયાના ગ્રામજનો ની અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ માં મોવિયા ગામના રામધુન મંડળ દ્વારા ₹ 25000/-, સદાવ્રત જગ્યાના પૂજારીશ્રી બાલકદાસ બાપુ દ્વારા ₹ 11000/-, હરદતપરિબાપુ ની જગ્યાના પૂજારીશ્રી દ્વારા ₹ 11000/- તેમજ બ્રહ્મસમાજ મોવિયા દ્વારા ₹5100 ની નિધિ સમર્પણ કરવામાં આવી આમ મોવિયા માં આયોજીત બેઠક માં માત્ર એક કલાકમાં ₹50 હજાર કરતા વધુ રકમ નું નિધિ સમર્પણ સંતો, મહંતો અને મોવિયાના લોકો દ્વારા કરીને ભગવાન શ્રી રામચંદ્ર જી પ્રત્યેની ભક્તિ પ્રગટ કરી,
આ બેઠકમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન ના જીલ્લા અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ રાજાણી, તાલુકા કાર્યવાહ શ્રી સુનિલભાઈ બરોચિયા, નગર સમિતિના સહ સંયોજક અને તાલુકા બૌદ્ધિક પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પંડ્યા, તાલુકા સમિતિના સંયોજક શ્રી કલ્પેશભાઈ ખાખરીયા, નીતિનભાઈ કાલરીયા,જયેશભાઇ તેમજ વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા