Dhoraji-Rajkot ધોરાજી એસટી ડેપોને ઓછા અકસ્માત તથા ઈંધણ બચત સહિતની કામગીરી મામલે કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો.
રાજકોટ જીલ્લાના ધોરાજી એસટી ડેપોને ઓછા અકસ્માત તથા ઈંધણ બચત સહિતની કામગીરી મામલે કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે.
સૌથી ઓછા અકસ્માત દર બદલ ધોરાજી, અમરેલીનાં રાજુલા, ગોધરાનાં દાહોદ, અમદાવાદ તથા ધોળકા અને વલસાડ ડિવીઝનના ધરમપુર ડેપો એમ નિગમના કુલ 6 ડેપોને સૌથી સારી 5.55 કિ.મી. પ્રતિ લીટરની એવરેજ મેળવવા બદલ કેન્દ્ર સરકારની ‘પેટ્રોલીયમ ક્ધઝર્વેશન રીસર્ચ એસો.સંસ્થા દ્વારા એવોર્ડ એનાયત કરાયા છે. સારી કામગીરી બદલ સંસ્થા દ્વારા અપાયેલા એવોર્ડમાં ડેપોને રૂા. 50 હજાર રોકડા તથા ખાસ ટ્રોફી એનાયત આવેલ છે દરમિયાન એસ .ટી. નિગમના જણાવ્યા મુજબ એસ.ટી.નિગમ પોતાના સંચાલનમાં વિવિધ કક્ષાની કુલ 8136 બસ ધરાવે છે જેમાં 20 સેમી-લો ફ્લોર બસ 360 સ્લીપર કોચ,1472 સુપર ડિલક્ષ, 14 સી.એન.જી.અને 1389 મીની બસોનો કાફલો ધરાવે છે
અહેવાલ:- સકલૈન ગરાણા. ધોરાજી