Dhoraji-Rajkot ધોરાજી પંથકમાં સિંહના ધામા, તોરણિયામાં બે શ્વાનનું ભક્ષણ નાની પરબડી પાસે ચહલપહલથી ખેડૂતોમાં ભય.
ધોરાજીના ગ્રામીણ વિસ્તારોમાં સિંહ પરિવારની ચહલપહલ અને ધામાથી પંથકમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. ધોરાજીના તોરણીયા પંથકના સીમ વિસ્તારમાં સાવજે બે શ્વાનનું મારણ કરી મીજબાની માણી હતી.ઉલ્લેખનીય છે કે ધોરાજી જેતપુર પંથક સાવજ પરિવારને માફક આવી ગયો છે અને ગીર તરફ જવાની તેમને જરા પણ ઉતાવળ નથી. વન વિભાગ પણ આ પરિવારને મોકલવામાં ઉતાવળ કરવા માગતો નથી.
ધોરાજીના નાની પરબડી તોરણીયા ગામની સીમમાં છેલ્લા નવેક દિવસથી સિંહએ ધામા નાખ્યા છે. તોરણીયા સીમ વિસ્તારમાં ખેતરમાં બે કુતરાનુ મારણ કર્યુ છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તોરણીયા પંથકમાં સિંહએ ધામા નાખ્યા છે. અગાઉ પણ એક પશુનું મારણ કર્યું છે કૂતરાંને મારી નંખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. ખેડૂતો સિહના પડાવથી વાડીએ જવામા ચિંતીત બની ગયા છે ત્યારે તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહીની માગણી કરાઈ છે
અહેવાલ:- સકલૈન ગરાણા. ધોરાજી