Bharuch-નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધામાં દિલનાઝ સલીમ પટેલે ત્રીજો ક્રમ મેળવી સેગવાનું નામ રોશન કર્યું.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર થકી સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે “નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ ઉજવણી” આજ રોજ ૨૩ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સવારે ૧૦.૩૦ કલાકે (૧) ઇતિહાસના ગાથાના સપૂત-સુભાષચંદ્ર બોઝ (૨) સુભાષચંદ્ર એક સાહસી અને નિણિક સ્વાતંત્ર્ય સેનાની(૩) અને આઝાદી માટે સુભાષચંદ્ર બોઝની વિદેશનીતિ વિષય પર આશરે ત્રણ હજાર શબ્દોમાં નિબંધ લખવાની સ્પર્ધા રાખવનમાં આવી હતી, જેમાં પ્રથમ પુરાણી વિધિ બીજા ક્રમે બોરસિયા વૈશાલી અને ત્રીજા ક્રમે કુમારી દિલનાઝ સલીમ પટેલ ગામ સેગવા તા જી. ભરુચે ઇતિહાસના ગાથાના સપૂત સુભાષચંદ્ર બોઝ પર નિબંધ લખી સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન બી.એડ. કોલેજમાં ત્રીજો ક્રમ મેળવી સેગવા ગામ તથા બી.એડ. કોલેજનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે દિનેશભાઇ પંડ્યા, જાગૃતિબેન પંડ્યા તથા કોઓર્ડીનેટર N.Y.K ભરૂચના શ્રી સુબ્રતો ઘોષ, શ્રી આશકા શુક્લ ઇન ચાર્જ આચાર્ય સત્યમ કોલેજ ઉપસ્થિત રહ્યા હતા.
ઇનામ વિતરણ મહેમાનશ્રીઓના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું.