ભારતના સાચા અર્થમાં નેતા હતા નેતાજી.
નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનું એક કુલીન પરિવાર માનવામાં આવતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.
બાળપણમાં, સુભાષચંદ્ર બોઝ કટક માં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈ સ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતાં. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુપ્ત દેશભક્તિ જાગૃત કરી.25 વર્ષની ઉંમરમાં, સુભાષચંદ્ર બોઝ ગુરૂની શોધ માં ઘર થી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂ ની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદ નું સાહિત્ય વાંચી, સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતાં.મહાવિદ્યાલય માં અભ્યાસ કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ આવાજ ઉપાડવાની તેમની પ્રવૃત્તિ દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજ ના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેન નું ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતું. આ માટે સુભાષચંદ્ર બોઝ ના નેતૃત્વમાં મહાવિદ્યાલય માં હડ઼તાલ કરાઈ હતી.૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવા ની પરીક્ષામાં સફલ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.
તેમના સાર્વજનિક જીવન માં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વરસ કારાવાસ માં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો.૧૯૨૫માં ગોપીનાથ સાહા નામના એક ક્રાંતિકારી કોલકાતાના પોલીસ અધિક્ષક ચાર્લસ ટેગાર્ટ ને મારવા માંગતા હતાં. તેણે ભૂલથી અર્નેસ્ટ ડે નામના એક વ્યાપારી ને મારી નાખ્યાં. આ માટે તેમને ફાંસીની સજા દેવાઈ. ગોપીનાથ ને ફાંસી થયા બાદ સુભાષબાબુ જોર થી રડ્યાં. તેમણે ગોપીનાથ નું શબ મંગાવી તેનું અંતિમસંસ્કાર કર્યું. આથી અંગ્રેજ સરકારે એવું નિષ્કર્ષ કર્યું કે સુભાષબાબુ જ્વલંત ક્રાંતિકારકો સાથે માત્ર સંબંધ જ નથી રાખતાં, પણ તેઓ જ તે ક્રાંતિકારીઓ નું સ્ફ્રૂર્તીસ્થાન છે. આ બહાને અંગ્રેજ સરકારે સુભાષબાબુ ને ગિરફતાર કર્યાં અને વગર કોઈ મુકદમો ચલાવી, તેમને અનિશ્ચિત કાલખંડ માટે મ્યાનમાર ની મંડાલે કારાગૃહમાં બંદી બનાવ્યાં.૫ નવેમ્બર, ૧૯૨૫ કે દિવસે, દેશબંધૂ ચિત્તરંજન દાસ કોલકાતામાં અવસાન પામ્યાં. સુભાષબાબુ એ તેમના મૃત્યુની ખબર મંડાલે કારાગૃહમાં રેડિયો પર સાંભળી.મંડાલે કારાગૃહમાં રહેતાં સમયે સુભાષબાબુની તબિયત બહુત ખરાબ થઈ ગયી. તેમને ટી.બી. થઈ ગયો. પરંતુ અંગ્રેજ સરકારે તો પણ તેમને છોડવા થી ઇનકાર કરી દીધો. સરકારે તેમને છોડી મુકવા માટે એ શરત રાખી કે તેઓ ઇલાજ માટે યુરોપ ચાલ્યાં જાય. પણ સરકારે એ તો સ્પષ્ટ ન કર્યું કે ઇલાજ બાદ તેઓ ભારત ક્યારે પાછા ફરી શકે. એટલા માટે સુભાષબાબુ એ આ શરત ન સ્વીકારી. છેવટે પરિસ્થિતી એટલી કઠોર થઈ ગઈ કે તેઓ કદાચ કારાવાસમાં જ મૃત્યુ પામત. અંગ્રેજ સરકાર આ ખતરો પણ ઉપાડવા માંગતી ન હતી, કે સુભાષબાબુનું કારાગૃહમાં મૃત્યૂ થઈ જાય. એટલા માટે સરકારે તેમને છોડી મૂક્યાં. પછી સુભાષબાબુ ઇલાજ માટે ડેલહાઉઝી ચાલ્યા ગયા.૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતાં. ત્યારે તેમને કોલકાતા ના મહાપૌર (મેયર)તરીકે ચુંટી લેવામાં આવ્યાં. એટલા માટે સરકાર તેમને મુક્ત કરવા મજબૂર થઈ ગઈ.૧૯૩૨માં સુભાષબાબુ ને ફરી કારાવાસ થયો. આ વખતે તેમને અલમોડા જેલમાં રખાયા ગયા. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થઈ ગયા.
૧૯૩૩ થી ૧૯૩૬ સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા.યુરોપમાં સુભાષબાબુએ પોતાની તબિયતનો ખ્યાલ રાખતા સમયે, પોતાનુ કાર્ય ચાલુ રાખ્યું. ત્યા તે ઇટલીના નેતા મુસોલિની ને મળ્યાં, જેમણે, ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનુ વચન આપ્યું. આયરલૈંડના નેતા ડી વૅલેરા સુભાષબાબુના સારા દોસ્ત બની ગયા.જ્યારે સુભાષબાબુ યુરોપમાં હતા, ત્યારે પંડિત જવાહરલાલ નેહરૂની પત્ની કમલા નેહરૂનું ઑસ્ટ્રિયામાં નિધન થઈ ગયુ. સુભાષબાબુ એ ત્યા જઈને પંડિત જવાહરલાલ નેહરૂને સાંત્વન આપ્યું.ત્યાર બાદ સુભાષબાબુ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલને મળ્યાં. વિઠ્ઠલભાઈ પટેલ સાથે સુભાષબાબુએ પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું, જેમાં તે બંનેએ ગાંધીજી ના નેતૃત્વની બહુત ઊંડી નિંદા કરી. બાદમાં વિઠ્ઠલભાઈ પટેલ બિમાર પડી ગયાં, ત્યારે સુભાષબાબુ એ તેમની બહુ સેવા કરી. પણ વિઠ્ઠલભાઈ પટેલનું નિધન થઈ ગયું.વિઠ્ઠલભાઈ પટેલએ પોતાની વસિયતમાં પોતાની કરોડોની સંપત્તિ સુભાષબાબુના નામે કરી દીધી. પણ તેમના નિધન પશ્ચાત, તેમના ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એ આ વસિયત નો સ્વીકાર ન કર્યો અને તેમના પર અદાલતમાં મુકદમો ચલાવ્યો. આ મુકદમો જિતી, સરદાર વલ્લભ ભાઈ પટેલ એ તે સંપત્તી, ગાંધીજી ના હરિજન સેવા કાર્ય ને ભેંટ આપી દીધી.૧૯૩૪માં સુભાષબાબુએ તેમના પિતા મૃત્યુ શય્યા પર હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા પાછા ફર્યાં. કરાંચીમાં તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકાર એ તેમની અટક કરી અને ઘણાં દિવસ જેલમાં રાખી, ફરી યુરોપ મોકલી દીધાં.
1938 માં કૉંગ્રેસ નું વાર્ષિક અધિવેશન હરિપુરા માં કરવાનું નક્કી થયું હતું. આ અધિવેશન પહેલા ગાંધીજી એ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષબાબુ ની પસંદગી કરી. આ કૉંગ્રેસ નું ૫૧મું અધિવેશન હતું. તેથી કૉંગ્રેસ અધ્યક્ષ સુભાષબાબુનું સ્વાગત 51 બળદે ખેંચેલા રથમાં કરવામાં આવ્યું.આ અધિવેશન મા સુભાષબાબૂ નુ અધ્યક્ષીય ભાષણ બહૂજ પ્રભાવી રહ્યુ. કોઇપણ ભારતીય રાજકીય વ્યક્તી એ કદાચ જ આટલુ પ્રભાવી ભાષણ કયારેય કર્યુ હશે.પોતાના અધ્યક્ષપદ ના કાર્યકાળ મા સુભાષબાબૂ એ યોજના આયોગ ની સ્થાપના કરી હતી. પંડિત જવાહરલાલ નેહરૂ તેના અધ્યક્ષ હતા. સુભાષબાબૂ એ બેંગલોર મા મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યા ની અધ્યક્ષતા મા એક વિજ્ઞાન પરિષદ પણ લીધી હતી.1937 મા જાપાન ને ચીન પર આક્રમણ કર્યુ. ત્યારે સુભાષબાબૂ ની અધ્યક્ષતા મા કાંગ્રેસે ચિની જનતા ની સહાયતા માટે, ડૉ દ્વારકાનાથ કોટણીસ ના નેતૃત્વ મા વૈદ્યકીય પથક મોકલવાનો નિણય લીધો. આગળ જઇને જ્યારે સુભાષબાબૂ એ ભારત ની સ્વતંત્રતા સંગ્રામ માટે જાપાન ને સહયોગ કર્યો, ત્યારે ઘણા લોકોએ તેમને જાપાન ના આધીન અને ફૅસિસ્ટ કહેવા લાગ્યા. પણ આ ઘટના થી આ સાબિત થાય છે કે સુભાષબાબૂ ના તો જાપાન ના આધીન હતા, કે નાતો ફૅસિસ્ટ વિચારધારા થી સહમત હ્તા.
કાંગ્રેસના અધ્યક્ષપદથી રાજીનામુ આપ્યું.૧૯૩૮ માં ગાંધીજીએ કોંગ્રેસ ના અધ્યક્ષપદ માટે સુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજી ને સુભાષબાબુ ની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ ના વાદળો છવાઈ ગયા. સુભાષબાબુની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડની આ મજબુરીનો લાભ ઉઠાવીને, ભારતનો સ્વંત્રતા સંગ્રામ વધુ ઉગ્ર બનાવવામાં આવે. તેમણે પોતાના અધ્યક્ષપદ હેઠળ આ તરફ પગલા લેવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી તેમની આ વિચારસરણી સાથે સહમત ન હતા.
3 મે, ૧૯૩૯ ના દિવસે, સુભાષબાબૂએ કાંગ્રેસના અંતર્ગત ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાના પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસ પછી, સુભાષબાબૂને કાંગ્રેસમાથી નીકળિ દિધા. પછી ફૉરવર્ડ બ્લૉક એની મેળે એક સ્વતંત્ર પાર્ટી બની ગયી.દ્વિતીય વિશ્વયુદ્ધ શરુઆત થવાના પહલે થી જ, ફૉરવર્ડ બ્લૉકનો સ્વતંત્રતા સંગ્રામ વધારે જલ્દી કરવા માટે, જનજાગૃતી શુરૂ કરી. એટ્લા માટે અંગ્રેજ સરકારએ સુભાષબાબૂ સહિત ફૉરવર્ડ બ્લૉકના બધા મુખ્ય નેતાઓને કૈદ કરી દિધા. દ્વિતીય વિશ્વયુદ્ધ ના દરમ્યાન્ સુભાષબાબૂ જેલમા નિષ્ક્રિય થવા નતા માંગતા. સરકારએ અમને છોડી દેવા પર મજબૂર કરવા માટે સુભાષબાબૂ ને જેલ મા અમરણ ઉપાષણ શુરૂ કરી દિધા. ત્યારે સરકારે જેલ માથી છૉડી દીધા.પણ અંગ્રેજ સરકાર આમ ઈચ્છતી ન હતી , કે સુભાષબાબૂ યુદ્ધના દરમ્યાન છૂટા થાય. એટ્લા માટે સરકારે તેમને તેમના જ ઘરમા નજરકૈદ કરી ને રાખ્યા.
નજરકેદથી છુટવા માટે સુભાષબાબુએ એક યોજના બનાવી. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ તેમણે ૫ઠાણનો વેશ ઘારણ કરીને મહમદ ઝીયાઉદ્દીનના નામથી પોલીસને છેતરીને પોતાના ઘરેથી ભાગી છુટ્યા.
બર્લિનમાં સુભાષબાબૂ સર્વપ્રથમ રિબેનટ્રોપ જેવા જર્મનીના અન્ય નેતાઓ થી મળ્યા. એમને જર્મનીમાં ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આજાદ હિંદ રેડિઓની સ્થાપના કરી . એજ વખતે સુભાષબાબૂ, “નેતાજી” નામથી જાણીતા થયા . જર્મન સરકારના એક મંત્રી એડૅમ ફૉન ટ્રૉટ સુભાષબાબૂના સારા મિત્ર બની ગયા .આખરે 29 માર્ચ, 1942ના દિવસે , સુભાષબાબૂ જર્મનીના સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલરને મળ્યા . પણ હિટલરને ભારતના વિષયમાં વિશેષ રૂચી ન હતી . એમણે સુભાષબાબૂને સહાયતા માટે કોઈ સ્પષ્ટ વચન ન આપ્યું .ઘણા વર્ષો પહેલા હિટલરે “માઈન કામ્ફ” નામક પોતાનું આત્મચરિત્ર લખ્યું હતું . આ કિતાબમાં એમણે ભારત અને ભારતીય લોકોની બુરાઈ કરી હતી . આ વિષય પર સુભાષબાબૂએ હિટલર સમક્ષ પોતાની નારાઝગી વ્યક્ત કરી . હિટલરે પોતાના કાર્ય પર માઁફી માઁગી અને માઈન કામ્ફની આવનારી આવૃત્તી માંથી એ પરિચ્છેદ કાઢી નાખવાનું વચન દીધું .અંતે , સુભાષબાબૂને ખબર પડી કે હિટલર અને જર્મની પાસેથી એમને કઈ વધુ ની મળે . આથી 8 માર્ચ, 1943 ના દિવસ , જર્મનીના કીલ બંદરમાં ,તેઓ પોતાના સાથી અબિદ હસન સફરાનીની સાથે , એક જર્મન પનદુબ્બીમાં બેસીને , પૂર્વ આશિયાની તરફ નીકળી ગયા . આ જર્મન પનદુબ્બી એમને હિંદી મહાસાગરમાં માદાગાસ્કરના કિનારા સુધી લઇ આવી . ત્યાં તેઓ બંને ખૂઁખાર સમુદ્રમાં તરીને જાપાની પનદુબ્બી સુધી પહુંચી ગયા . દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં ,કોઈ પણ બે દેશની નૌસેનાઓની પનદુબ્બીયોં દ્વારા , નાગરિક લોકોની આ એકમાત્ર અદલા બદલી થઇ હતી .આ જાપાની પનદુબ્બી ઉન્હે ઇંડોનેશિયાના પાદાંગ બંદર સુધી લઇ આવી .પૂર્વ એશિયા પહોચીને સુભાષબાબૂએ સર્વપ્રથમ, વયોવૃદ્ધ ક્રાંતિકારી રાસબિહારી બોસથી ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સુમ્ભાડ્યું . સિંગાપુરના ફરેર પાર્કમાં રાસબિહારી બોસે ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સુભાષબાબૂને સોપી દીધું .જાપાનના પ્રધાનમંત્રી જનરલ હિદેકી તોજોએ , નેતાજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને , એમને સહકાર્ય કરવાનું આશ્વાસન આપ્યું . ઘણા દીવશો પછી , નેતાજીએ જાપાનની સંસદ ડાયટની સામેં ભાષણ દીધું .21 અક્તૂબર, 1943ના દિવસે , નેતાજીએ સિંગાપુરમાં અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ (સ્વાધીન ભારતની અંતરિમ સરકાર)ની સ્થાપના કરી . તેઓ ખુદ આ સરકારના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રી બન્યા . આ સરકારને કુલ નવ દેશોંની માન્યતા દીધી . નેતાજી આજ઼ાદ હિન્દ ફૌજના પ્રધાન સેનાપતિ પણ બની ગયા .આજ઼ાદ હિન્દ ફૌજમાં જાપાની સેનાએ અંગ્રેજોંની ફૌજ દ્વારા પકડી પડેલા ભારતીય યુદ્ધબંદિયોંકો ભર્તી કરી લીધા . આજ઼ાદ હિન્દ ફ઼ૌજમાં ઔરતો માટે ઝાઁસી કી રાની રેજિમેંટ પણ બનાવવામાં આવી .પૂર્વ એશિયામાં નેતાજીએ અનેક ભાષણ કરીને ત્યાના સ્થાયિક ભારતીય લોગોંને આજ઼ાદ હિન્દ ફૌજમાં ભરતી થવા માટે અને એમને આર્થિક મદદ કરવા માટે અવકરિત કર્યા . એમને પોતાના આવાહનમાં સંદેશ દીધો “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આજાદી દૂઁગા ( તમે મને લોહી આપો , હું તમને આઝાદી અપાવીશ )”.દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આજ઼ાદ હિન્દ ફૌજએ જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ કર્યું .પોતાની ફૌજને પ્રેરિત કરવા માટે નેતાજીએ ” ચલો દિલ્લી “નો નારો દીધો . બંને ફૌજોએ અંગ્રેજોં પાસેથી અંદમાન અને નિકોબાર દ્વીપ જીતી લીધા . આ દ્વીપ અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદના અનુશાસનમાં રહ્યા . નેતાજીએ આ દ્વીપોંનું ” શહીદ ઔર સ્વરાજ દ્વીપ ” એમ નામકરણ કર્યું .બંને ફૌજોએ માંડીને ઇંફાલ અને કોહિમા ઉપર આક્રમણ કર્યું .પણ પછી અંગ્રેજોંનો પલળો ભરી પડ્યું અને બંને ફૌજોને પાછળ હટવું પડ્યું .જયારે આજ઼ાદ હિન્દ ફૌજ પાછળ હતી રહી હતી , ત્યારે જાપાની સેનાએ નેતાજીને ભાગી જવાની વ્યસ્થા કરી આપી . પરંતુ નેતાજીએ ઝાઁસી કી રાની રેજિમેંટની છોકરીઓની સાથે સૈકડો મિલ ચાલતા જવાનું પસંદ કર્યું .આ રીતે નેતાજીએ સાચા નેતૃત્વને એક આદર્શ જ બનાવીને રાખ્યું .6 જુલાઈ, 1944ના આજાદ હિંદ રેડિઓ પર પોતાના ભસણના માધ્યમથી ગાઁધીજીથી વાત કરતા કરતા , નેતાજીએ જાપાનથી સહાયતા લેવાનું પોતાનું કારણ અને અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ તથા આજ઼ાદ હિન્દ ફૌજની સ્થાપનાના ઉદ્યેશ્ય વિષે કહ્યું . આ ભાષણ વખતે , નેતાજીએ ગાઁધીજીને રાષ્ટ્રપિતા કહીને પોતાની જંગ માટે એમનો આશિર્વાદ માંગ્યું . આ રતે, નેતાજીએ ગાઁધીજીને સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહી ને બોલાવ્યા.
દ્વિતીય વિશ્વયુદ્ધ માં જાપાન ની હાર પછી, નેતાજી ને નવો રાસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો.૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા.18 અગસ્ત ૧૯૪૫ ના રોજ, નેતાજી નુ હવાઈ જહાજ તાઇવાન ની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમા તેઓ ગભીર રીતે ઘાયલ થતા નેતાજી ને અસ્પતાલમા લઈ જવાયા, જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધો.દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સહકારી કર્નલ હબિબૂર રહમાન હતા . એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો , પણ તેઓ સફળ ન રહ્યા . પછી નેતાજીની અસ્થીયોને જાપાનની રાજધાની તોકિયોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવી .1999માં મનોજ કુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજો આયોગ બનાવવામાં આવ્યું . 2005માં તાઇવાન સરકારએ મુખર્જી આયોગને બતાવી દીધું કે 1945માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયો ન હતો . 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાની રિપોર્ટ પેશ કરી , જેમાં એમને કહ્યું , કે નેતાજીની મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ સબૂત નથી. પણ ભારત સરકારએ મુખર્જી આયોગની રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો .18 ઓગસ્ટ , 1945ના દિન પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું , આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે.