Rajkot-સરકારી નોકરીની તેમજ સરકારી આવાસના ક્વાટર્સ અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરતા ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ સાહેબ તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.બ્રાંચના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી બ્રાંચના પો.હેડ.કોન્સ હિતેષભાઇ અગ્રાવત તથા જયવીસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે ભાડલા પોસ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૦૫૨૧૦૦૧૯/૨૦૨૧ આઇ.પી.સી.ક.૪૦૬,૪૨૦ તથા વિરપુર પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૦૧૨૧૦૦૨૩/૨૦૨૧ આઇ.પી.સી.ક.૪૦૬,૪૨૦ મુજબના કામનો આરોપી નંબર પ્લેટ વગરનું હોન્ડા સાઇન મો.સા. લઇને સરધાર થી ભંડારીયા તરફ આવતો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળેલ હોય જે હકિકત આધારે આરોપી કિરીટસિંહ બચુભા ગોહીલ જાતે.દરબાર ઉવ.૬૦ રહે.હડાળા પિતુકૃપા સોસાયટી તા.જી.રાજકોટ વાળાને ભાડલા પો.સ્ટેના ગુન્હાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ભાડલા પો.સ્ટે સોપી આપેલ છે. કડાયેલ આરોપી તરીકે કિરીટસિંહ બચુભા ગોહીલ જાતે.દરબાર ઉવ.૬૦ રહે.હડાળા પિતુકૃપા સોસાયટી તા.જી.રાજકોટ કબ્જે કરેલ મુદા્માલ માં (૧) હોન્ડા સાઇન મો.સા. એંજીન નં-JC85ED0098105 તથા ચેસીસ નંબર ME4JC852HLD063139 કિ.રૂ.૫૦,૦૦૦/- (૨) TAMBO કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫૦૦/- (૩) નોકીયા કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫૦૦/- (૪) આધારકાર્ડ,પાનકાર્ડ,ડ્રાઇવીંગ લાઇસન્સ કિ.રૂ.૦૦/૦૦ (૫) રોકડ રૂપિયા ૩૦૦/- કુલ કિંમત રૂપિયાઃ- ૫૧,૩૦૦/- આરોપીનો એમ.ઓઃ- સામાન્ય તેમજ ગરીબ વર્ગની છોકરીઓ તેમજ મોટી ઉમરના લોકોને નોકરી અપાવના તેમજ આવાસના ક્વાટર્સ અપાવવા અને ધોરણ ૧૦ તથા ૧૨ ના સર્ટીફીકેટ અપાવવા બાબતે લાલચ આપી વિશ્વાસમાં લઇને છેતરપિંડી કરવાની ટેવ ધરાવે છે.આરોપીએ આપેલી કબુલાત મુજબ (૧) આજથી આશરે બે વર્ષ પહેલા મે હેતલબેન રમેશભાઇ બારડ રહે.રાજકોટ માયાણી ચોક વાળી પાસેથી ધોરણ ૧૦,૧૨ ના સર્ટી કાઢી આપવા તેમજ નોકરી આપવી દેવાના રૂપિયા ૪૦૦૦૦/- લીધેલા હતા (૨) આજથી આશરે બે વર્ષ પહેલા હિનાબેન વા/ઓ અલ્તાફભાઇ પઠાણ રહે.રાજકોટ ભગવતી પરા ખોડીયારનગરખ-૩ વાળી પાસેથી RMC ના ક્વાટર્સ અપાવી દેવાની લાલચ આપી ૭૫૦૦૦/- લીધેલા હતા. (૩) આજથી આશરે બે વર્ષ પહેલા ભાવનાબેન હેમતભાઇ રાઠોડ રહે.રાજકોટ ગોંડલ રોડ વાળી પાસેથી RMC ના ક્વાટર્સ અપાવી દેવાની લાલચ આપી ૧,૭૦,૦૦૦/- છેતરપીંડી કરી લીધેલાની કબુલાત આપેલ છે. (૪) આજથી આશરે બે વર્ષ પહેલા રશ્મીબેન હેમતભાઇ ચૌહાણ રહે.રાજકોટ ભગવતીપરા વાળી પાસેથી RMC માં ક્વાટર્સ અપાવી દેવાના બહાને ૮૦,૦૦૦/- છેતરપીંડી કરી લીધેલાની કબુલાત આપેલ છે. (૫) આજથી આશરે બે વર્ષ પહેલા મધુબેન વા/ઓ કરશનભાઇ નિબોલા રહે.રાજકોટ ગંજીવાડા વાળી પાસેથી RMC માં ક્વાટર્સ અપાવી દેવાના બહાને ૮૦,૦૦૦/- છેતરપીંડી કરી લીધેલાની કબુલાત આપેલ છે. (૬) આજથી આશરે બે વર્ષ પહેલા કિરણબેન મનોજભાઇ મકવાણા રહે. વાજડી ગામ રાજકોટ વાળી પાસેથી RMC માં ક્વાટર્સ અપાવી દેવાના બહાને ૩,૫૦,૦૦૦/- છેતરપીંડી કરી લીધેલાની કબુલાત આપેલ છે.(૭) આજથી આશરે બે વર્ષ પહેલા મનીષાબેન જીતુભાઇ મંજુસા રહે.રાજકોટ મીલપરા શેરી નં૪/૧૩ નો ખુણો વાળી પાસેથી ધોરણ ૧૦ નું સર્ટી અપાવી દેવાના બહાને ૫,૦૦૦/- છેતરપીંડી કરી લીધેલાની કબુલાત આપેલ છે.કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓઆ કામગીરીમાં એસ.ઓ.જી.બ્રાંચના રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.એમ.રાણા તથા પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ સહિતના જોડાયા હતા.