Dhoraji-Rajkot ધોરાજીમાં આશા વર્કર એન્ડ હેલ્થ વર્કર્સ એસોસિએશન દ્વારા પોતાની માગણી અનુસંધાને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલીતભાઈ વસોયા શહેર કોંગ્રેસ ના પ્રમુખ અરવીદભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા ચીરાગભાઈ વોરા અને કોંગ્રેસ ના સભ્યો એ મહિલાઓની માંગણી બાબતે ટેકો જાહેર કર્યો
ધોરાજીમાં ગુજરાત આશા વર્કર એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને સંબોધીને મોટી સંખ્યામાં મહિલાઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું
આવેદનપત્રમાં મહિલાઓએ જણાવેલ કે કોરોના ની કપરી પરિસ્થિતિમાં અમારી મહિલાઓએ આખો દિવસ રેડ ઝોનમાં વિસ્તારમાં કામગીરી બજાવી છે આ મહિલાઓને મહિનાના માત્ર રૂપિયા હજાર રોજના માત્ર 33 રૂપિયા અને ફેસીલીએટર ને માત્ર મહીનાના 500 રૂપિયા રોજના માત્ર ૧૭ રૂપિયા ચૂકવવામાં આવે છે
છતાં પણ નિષ્ઠાપૂર્વક કોરોના મહામારી ના સમયમાં કામગીરી બજાવેલી છે
મહિલાઓએ પોતાની માગણી મૂકતા જણાવેલ કે આશાવર્કરો ને માસિક રૂપિયા 6,000 ફિક્સ પગાર તેમજ ઈન્સેન્ટિવ ચૂકવવાની જોગવાઈ આગામી બજેટમાં કરવામાં આવે લઘુતમ વેતન આપવામાં આવી છે તેમજ મુસાફરી ભથ્થા સાથે રૂપિયા 8,000 ફિક્સ પગાર નક્કી કરવામાં આવે તેવી માગણી કરી હતી
તેમજ 2020 ના બજેટ માં કરાયેલ જાહેરાત મુજબ નવા ડ્રેસ સાડીઓ આપવામાં આવે તેમજ ઈન્સેન્ટિવ લાભાર્થીઓની માગણી છે એ પી એલ તેમજ બીપીએલ નો ભેદ દૂર કરવામાં આવે તથા મોસાળની ડિલિવરીમાં પણ ઈન્સેન્ટિવ ચૂકવવામાં આવે તે વિવિધ માગણીઓ સાથે ધોરાજીના ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બહેનો આવેદનપત્ર આપવા માટે જોડાઈ હતી
ધોરાજી:-સકલૈન ગરાણા દ્વારા