Vinchhiya-jasdan વિછીયા મુકામે આજે વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ અને ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે સાદાઈથી ઉજવણી કરવામાં આવી.
વિછીયા મુકામે આજે વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ અને ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે વિછીયા પિંગલાધાર ખોડીયાર મિત્રમંડળ અને વિછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી આયોજીત ઉગમણી બારી શિવાજીપરા તળપદા કોળી સમાજની વાડી ( રામજી મંદિર ) ખાતે સવારના 8 થી 11 સુધી વિછિયાના સ્લમ અને પછાત વિસ્તારના બાળકોને પતંગ લાડવા ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ તેમજ નિરાધાર વૃદ્ધ વિધવાઓ અને ગરીબ પરિવારોને વિનામૂલ્યે ધાબળા – કોટ – ચોખા ખીચડીનું વિતરણ કરી માંધાતા પ્રાગટ્ય મહોત્સવની સાદાઈથી ઉજવણી કરવામાં આવી અને કોળી સમાજના સેવાભાવી યુવાનોને વિર માંધાતાની મૂર્તિ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યાં હતા,
આ તકે કાર્યક્રમમાં જસદણ વિછીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકી પછાત વિસ્તારના બાળકો – નિરાધાર અબાલ વૃદ્ધો – વિધવા બહેનોના ચહેરા પર સ્મિત લાવવા પ્રયાસ કરી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ છેવાડાના આંતરિયાળ વિસ્તારમાં રૂબરૂ જઈ સાદાઈથી ઉજવણી કરી હતી,કાર્યક્રમને સફળ બનાવવા પીંગલાધાર ખોડિયાર મિત્ર મંડળના સભ્યો ધીરુભાઈ ઓળકિયા,દાનાભાઈ બાવળીયા, હકુભાઇ રાજપરા, અરવિંદભાઈ રાજપરા,હરેશભાઈ કાલીયા,રસિકભાઈ મકવાણા,ફુલ્લાભાઈ રાજપરા,દિનેશભાઈ રાજપરા,દિનેશભાઈ વાલાણી તેમજ સમાજ અગ્રણી નીતિનભાઈ રોજાસરા, રમેશભાઈ રાજપરા, વલ્લભભાઈ ઝાપડિયા, દેવાભાઈ રાજપરા,ભુપતભાઈ રોજાસરા,શીવાભાઈ રાજપરા,શામજીભાઈ ધોરીયા, વલ્લભભાઈ ઝાપડિયા વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.