Dhoraji-Rajkot WMO યુથ વિંગ ધોરાજી તરફથી, શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ધોરાજીમાં આંખનો નિદાન કેમ્પ યોજાયો.
ધોરાજી:-૧૪.અહેવાલ. સકલેન ગરાણા
ધોરાજી માં WMO યુથ વિંગ ધોરાજી તરફથી, શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ધોરાજીમાં આંખનો નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો અને જે દર્દીને મોતીયાના ઓપરેશન ની જરૂર હતી તેવા દર્દીઓને ફ્રી માં મોતીયાનું ઓપરેશન પણ કરી આપવામાં આવશે
આ કેમ્પમાં 350 થી વધુ દર્દીઓએ લાભ લીધેલ હતો અને આ કેમ્પમાં ધોરાજી શહેર અને આજુ બાજુના ગામડાઓ જેવા કે ઉપલેટા જૂનાગઢ, જેતપુર કંડોરણા ક્લારિયા રાણાવાવના દર્દીઓએ પણ આ કેમ્પનો લાભ લીધેલ હતો
આંખનો આ કેમ્પ ધોરાજીમાં દર મહિનાની 14 તારીખે નિયમિત યોજવામાં આવે છે
(આ કેમ્પમાં મોતીયાના ઓપરેશનના જરૂરીયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે અને નેત્રમણિ વિના મૂલ્યે બેસાડી દેવામાં આવે છે)
આ કેમ્પમાં કોઈપણ નાતજાત ના ભેદભાવ વિના દરેક દર્દીઓને સેવા આપવામાં આવે છે
આ કેમ્પ ને સફળ બનાવવા માટે WMOના ધોરાજી સીટી ચેરમેન
હાજી મુસ્તાક વાધારીયા WMO યુથ વિંગ ધોરાજીના પ્રેસિડેન્ટ
નૌશાદભાઈ ગોડીલ WMO યુથ વિંગના સેક્રેટરી મહેમુદ ભાઈ ઝૂણઝૂણીયા WMO યુથ વિંગના એડવાઇઝર ઇકરામ ભાઈ વાધરીયા હાજી અફરોઝભાઇ લકડકુટા હમીદભાઇ ગોડીલ ઇમ્તિયાઝભાઇ સુપેડીવાલા સપના, આરીફભાઇ ભેંસાણીયા
આસિફબાપુ પોશાક સિલેક્શન
અફઝલભાઈ, અહેમદ હુસૈન બાવા ફૈસલભાઈ નવિવાલા સિદ્દીક ભાઈ માંકડા અને યુથ વિંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલ હતી
આ પ્રસંગે ધોરાજીના પ્રખ્યાત બાળરોગ નિષ્ણાત ડો. ચામડિયા સાહેબ રફીકભાઈ વાધરીયા રિયાઝ ભાઈ વાધરીયા શાહીલ ભાઈ ગોડીલ, હાજર રહ્યા હતા.