Jasdan-Rajkot જસદણમાં શહેર યુવા ભાજપ અને સ્વામી વિવેકાનંદ મોક્ષધામ સમિતિએ બાઈક રેલી યોજી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરી.
જસદણ શહેર યુવા ભાજપ તેમજ સ્વામી વિવેકાનંદ મોક્ષધામ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જસદણના આટકોટ રોડ બાયપાસ પાસેથી યુવા ભાજપ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. આ બાઈક રેલીમાં જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા, શહેર યુવા ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ, નગરપાલિકાના સદસ્ય જે.ડી. ઢોલરીયા, નરેશભાઈ ચોહલીયા, મેહુલભાઈ કુંભાણી, શહેર ભાજપ મહામંત્રી મુકેશભાઈ જાદવ સહિતના જોડાયા હતા. બાદમાં આ બાઈક રેલી જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષધામ ખાતે પહોંચતા સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના આગેવાનો ધીરૂભાઈ છાયાણી, ભરતભાઈ વાળા, દેવશંકરભાઈ ચાંવ અને સામતભાઈ ચાવડા દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મોક્ષધામમાં આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને તમામ યુવાનો દ્વારા ફુલહાર કરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્ટ સહિતનું પાલન કરવામાં આવ્યું હતું અને દરેક યુવાનોને મીઠા મોઢા કરાવી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.