Gondal-Rajkot ગોંડલમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા ” યુગપુરુષ યુવા સંવાદ ” કાર્યક્રમ યોજાયો.
અહીં ગોંડલના શીશુમંદીર સ્કુલ ખાતે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પ્રેરિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાનો દ્વારા ” યુગપુરુષ યુવા સંવાદ ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનો લાઈવ વીડિયો ને નીહાળ્યો હતો. તેમજ શ્રી ગોપાલભાઈ ભુવાએ યુવાનોએ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ નીર્મળસીંહ ઝાલાએ ધર્મ અને સ્વામી વિવેકાનંદ વીશે માહીતી આપી હતી. તેમજ ધર્મેન્દ્રભાઈ રાજાણીએ સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર વીશે માહીતી આપી હતી.
આ કાર્યક્રમમાં વીનયભાઈ રાખોલીયા, યોગેન્દ્રસીંહ ઝાલા, દિગ્વિજયસિંહ જાડેજા તથા મૌલિકભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગોંડલ નગર તથા તાલુકાના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાનો તથા મહીલાઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ મહાનુભાવો દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવકો અને મહીલા મંડળને રમતગમતની કિટ વીતરણ કરવામાં આવી હતી જેમાં કોચ વીજયભાઈ ચાવડા તથા ઈશીતાબેન હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજક કલ્પેશભાઈ ખાખરીયા, હિતેશભાઈ હીરાણી, ચંન્દ્રેશભાઈ જોષી તથા ઉમંગભાઈ ધંધુકીયા દ્વારા કરવામાં આવ્યું હતું.