Gondal-Rajkot ગોંડલના પાંચ માથાભારે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ.
ગોંડલ શહેરમાં ગેરકાયદેસર વ્યાજ ખોરો બિલાડી ના ટોપની જેમ ફૂટી નીકળેલ હોય તેને દબોચી તેઓની સામે પણ પોલીસ લાલઆંખ કરે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે.
૧૦થી ૩૦ ટકાનો ચામડાતોડ વ્યાજે નાણા આપી કડક ઉઘરાણી કરનાર
ગોંડલમાં વ્યાજખોરો બેફામ બન્યા હોય તેમ ૧૦ થી ૩૦ ટકાના ચામડાતોડ વ્યાજે નાણા આપી કડક ઉઘરાણી કરનાર ૫ માથાભારે વ્યાજખોર સામે ગુનો નોંધાયો છે. સિંધી પ્રૌઢ ધંધા માટે તેમજ પુત્ર જુગારમાં પૈસા હારી જતા વ્યાજખોરોની નાગચૂડમાં ફસાયા બાદ વ્યાજખોરોની હેરાનગતીથી પોલીસનું સીરણ લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોંડલમાં રાજનગરમાં રહેતા બસ સ્ટેશન પાસે હરભોલે બેંક નામે દુકાન ચલાવતા ઠાકુરદાસ ગુલાબદાસ વસાણી (ઉ.૫૮) નામના સિંધી પ્રૌઢાની ફરિયાદ પરથી ગોંડલ સીટી પોલીસે વોરા કોટડા રોડ પર રહેતા નયન જગદીશભાઈ બતાળા, ઉમવાડા ફાટક પાસે રહેતા કેતન ઉર્ફે કે.કે.કાળુભાઈ ડાંગર, યોગીનગરમાં રહેતા જગદીશ વસંત ચાવડિયા, ગીતાનગરમાં રહેતા સાગર રાજુભાઈ જાટિયા અને જેતપુરના વાડસડામાં રહેતા જયરાજ કેશુભાઈ ભેડા સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.
સિંધી પ્રૌઢે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના પુત્ર મુકેશને જુગાર રમવાની ટેવ હોવાથી તેમજ વેપાર માટે પુત્રએ આરોપી નયન બતાળા પાસેથી રૂા.૩.૫૦ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. તેના બદલામાં બે કોરા ચેક અને પ્રોમીસરી નોટ લખાવી લીધેલી અને પુત્રના નામે કારની લોન કરાવી ડાઉન પેમેન્ટ ૨ લાખ ભરી બાકીના હપ્તા પુત્રને ભરવાનુ કહેલુ ત્યારબાદ આરોપી
અવાર-નવાર વ્યાજની કડક ઉઘરાણી કરી ખૂનની ધમકી આપી કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરવાની ધમકી આપતો હતો તથા પુત્રએ આરોપી કેતન ઉર્ફે કેકે પાસેથી રૂા.૮૦ હજાર ૧૦ ટકાના વ્યાજે તથા આરોપી જગદીશ ભરવાડ પાસેથી રૂા.૭૦ હજાર ૫ ટકાના વ્યાજે તથા આરોપી સાગર આદીર પાસેથી રૂા.૧૦ હજાર ૩૦ ટકાના વ્યાજે અને આરોપી જયરાજ ભેડા પાસેથી રૂા.૭૫ હજાર ૧૦ ટકાના વ્યાજે લીધા હતા.
જે રકમ વયાજ સહિત કઢાી લીધી હોય છતાં વ્યાજખોરો વ્યાજની કડક ઉઘરાણી કરી બળજબરીથી લીધેલા કોરા ચેક બેંકમાંજમા કરાવી ચેક રિટર્નની ફરિયાદ કરવાની ધમકી આપતા હોવાનું જણાવ્યું છે. આ અંગે ગોંડલ સીટી પોલીસે સિંધી પ્રૌઢની ફરિયાદ પરથી તમામ વ્યાજખોર સામે મનીલેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પીએસઆઈ ડી.પી. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.