Dhoraji-Rajkot ધોરાજી શહેરમાંથી પ્રતિબંધિત તુક્કલ અને ચાઈનીઝ દોરી વેચતા વેપારીને ઝડપી લેતી સિટી પોલીસ.
ધોરાજીમાં જેતપુર રોડ વીસ્તારની દુકાનમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ તુકકલ અને દોરી પોલીસે પકડી પાડી આરોપી વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ચાઇનીઝ લોન્ચર તુકકલ, ચાઇનીઝ લેન્ટર્મના ઉત્પાદન વેચાણ અને ઉડાડવા પર તેમજ ચાઇનીઝ દોરી અને તુકકલ ઉપર પ્રતિબંધ સબબ જાહેરનામુ બહાર પડેલ છે.
જે અંતર્ગત ધોરાજી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ સ્ટેશનના પો.સબ. ઇન્સ. એસ.એમ. વસવાને ધોરાજીના જેતપુર રોડ મયુર બુક સ્ટોર નામની દુકાને થી પ્રતીબંધીત ચાઇનીઝ તુકકલ તથા ચાઇનીઝ દોરી વેચાણ થતુ હોવાનુ માલુમ પડતા તપાસ કરતા વેચાણ ચાલુ હોવાનુ જણાતા આરોપી મયુરભાઇ છગનભાઇ કોયાણી (જાતે પટેલ ઉ.વ. 38 ધંધો-વેપાર) સામે કાયદેસરની કાર્યવાહી કરાવેલ છે. તેમજ દુકાનમાંથી ચાઇનીઝ તુકકલ નંગ 19 કી. રૂ.380, ચાઇનીઝ દોરી નંગ 11 કી. રૂ.2750 મળી કુલ મુદામાલ કી.રૂ.3130 નો કબ્જે કરાયેલ છે.આ કામગીરી પીઆઇ એચ.એ. જાડેજા, પીએસઆઇ એસ.એમ. વસાવા તથા પો.કો. બળદેવભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા