Vinchhiya-Rajkot વિંછીયામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યક્રમનો પાણી પુરવઠા મંત્રીએ શુભારંભ કરાવ્યો.

Loading

  • આધુનિક યુગમાં શિક્ષણ-ટેકનોલોજીનું ખૂબ જ મહત્વ છે: બાવળીયા.
  • અજમેરા હાઈસ્કૂલમાં ધો.10 માં 399 અને ધો.12 માં 219 વિદ્યાર્થીઓએ તેમજ ધોળકિયા સ્કૂલમાં ધો.10 માં 247 અને ધો.12 માં 156 વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

કોવિડની મહામારી બાદ વિંછીયાની શ્રી એમ.બી.અજમેરા હાઈસ્કૂલ અને ધોળકિયા એચ.પી.કે. હાયર સેકન્ડરી સ્કૂલ પુનઃ શરૂ થતાં વિદ્યાર્થીઓનો આવકાર અને સ્વાગત કાર્યક્રમ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વિંછીયાની અજમેરા હાઈસ્કૂલમાં ધો.10 માં 399 અને ધો.12 માં 219 વિદ્યાર્થીઓએ તેમજ ધોળકિયા સ્કૂલમાં ધો.10 માં 247 અને ધો.12 માં 156 વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રસંગે આચાર્ય એમ.બી.અજમેરા, ડી.ઓ. કચેરીના એઈઓ એ.આઈ.પરમાર, કન્વીનર સૌમેયા, અગ્રણી વિમલભાઈ ત્રિવેદી, ભરતસિંહ રાઠોડ, રસિકભાઈ મુંજપરા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આધુનિક યુગમાં શિક્ષણ-ટેકનોલોજીનું ખૂબ જ મહત્વ છે: કુંવરજીભાઈ બાવળીયા, પાણી પુરવઠા મંત્રી.

આ તકે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્યક્રમનો શુભારંભ કરાવવાના મંત્રી બાવળીયાએ શાળામાં વિદ્યાર્થીઓને આવકારતાં કહ્યું હતું કે, આજના આધુનિક યુગમાં શિક્ષણ-ટેકનોલોજીનું ખૂબ જ મહત્વ છે. બાળપણથી જ જો પાયો મજબુત થશે તો આગળ જતાં ઈમારત પણ મજબુત થશે. આ શાળાના વિદ્યાર્થીઓ આગળ જતાં ડોકટર, વકીલ કે શિક્ષક બનવો જોઈએ. જેથી બાળકોએ અભ્યાસ માટે અત્યારથી જ મહેનત કરવાનું શરૂ કરી દેવુ જોઈએ. શિક્ષણ ઉપરાંત રમતગમતમાં પણ બાળકોને ભાગ લેવો જોઈએ. જેથી બાળકોનું શારીરિક કૌશલ્ય પણ બહાર આવશે તથા બાળક તંદુરસ્ત રહેશે. શિક્ષકોએ પણ પુસ્તક ઉપરાંતનું પણ જ્ઞાન વિદ્યાર્થીઓને આપવું જોઈએ તેમ અંતમાં જણાવ્યું હતું.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!