DhorajiRajkot ધોરજી શહેરમાં પોલીસ સ્ટેશન સામે ભરાતી રવિવારી બજાર માં કોરોના વાઇરસની ગાઇડ લાઇન નો સરેઆમ ભંગ.
રાજકોટ જીલ્લાના ધોરાજી શહેરમાં પોલીસ સ્ટેશન સામે યોજાતી રવિવારી બજાર જાણે કે કોરોના વાહક બનતી હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેમજ રવીવારી બજારમાં એકત્રિત થતા ફેરિયાઓને જાણે કાયદાનો કોઇ ડર નથી તે પ્રકારે રાજ્ય સરકારની સ્પષ્ટ મનાઈ હોવા છતાં સરકારના નીતિ નિયમોની ખુલ્લી અવહેલના કરી રવિવારી બજાર આજે ફરી ભરાઈ હતી.ગત રવિવારે રવીવારી બજારમાં લોકોના ટોળા ઉમટતાં મીડિયા દ્વારા અહેવાલો પ્રસિદ્ધ થતા પોલીસે રવિવારે બજાર માં બેઠેલા ફેરિયાઓ અને પાથરણાવાળાઓ ને તુરંત હટાવ્યા હતા પરંતુ ફેરિયાઓને જાણે પોલીસનો કે કાયદાનો કોઇ ડર ન હોય તે પ્રકારે ફરી આજરોજ પોલીસ સ્ટેશનની સામે જ પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરી રવિ બજાર ખોલી હતી અને જેમાં લોકોના ટોળા ઉમટયા હતા જ્યાં લોકોના ટોળાં ઉમટે ત્યાં સામાન્ય વાત છે કે સોશિયલ ડિસ્ટન્સ જળવાય નહીં તેમજ માસ્ક વિના લોકો જોવા મળ્યા હતા. ધોરાજીના પોલીસ સ્ટેશન તરફના માર્ગ પર ટ્રાફિક જામ થયો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઇ હતી અને રેલવે તંત્ર વિભાગની જમીન પર પર ગેરકાયદેસર રીતે ફેરિયાઓ એ અડીંગો જમાવ્યો હતો.
ગત રવિવારે પોલીસે કરેલ કામગીરી ની આ રવિવારે કોઈ અસર જોવા મળી ન હતી ત્યારે એક તરફ કોરોના મહામારી અને બર્ડ ફ્લુ જેવા રોગોનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે આવા સમયમાં રવિવારી બજાર કોરોના વાહક બનતી હોય તેમાં બેમત નથી પોલીસે કામગીરી કરી પરંતુ ધોરાજીમાં વહીવટી એડમિનિસ્ટ્રેશન પ્રાંત અધિકારી કે મામલતદાર તેમણે આવી બજારો ભરતી અટકાવવી જોઈએ અને પોલીસને હુકમો આપવા જોઈએ જોકે રવિવારી બજાર ના ખેલૈયાઓએ પોલીસ સ્ટેશન સામે જ ફરી એકવાર રવિવારી બજાર યોજી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે સરકાર શ્રી ની ગાઈડલાઈન નું પાલન કરાવવામાં જવાબદાર અધિકારીઓ કેટલા સફળ રહેશે કે પછી ફેરિયાઓ સામે તંત્ર હાર માનશે.ધોરાજી પ્રાંત અધિકારી અને મામલતદારે આવા સંજોગોમાં પોતાની સતા નો ઉપયોગ કરી રવિવારી બજાર પર હાલ અંકુશ મુકવો જોઈએ
ધોરાજી:-સકલૈન ગરાણા દ્વારા.