Dhoraji-Rajkot ધોરાજીમાં રૂા.21950ના ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી એસઓજી ટીમ.
ધોરાજીમાં રૂા.21950ના ચરસના જથ્થા સાથે ઝાફરશા રજાકમીયા મટારી (ઉ.વ. 62) નામના શખ્સને ઝડપી લઇ પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજીમાં એસઓજી પોલીસ ઇન્સ. એ.આર. ગોહીલ, એચ.એમ. રાણા, એસઓજી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વિજયભાઇ ચાવડા તથા સંજયભાઇ નિરંજનીને ખાનગી રાહે મળેલ હકીકત આધારે ઝાફરસા રજાકમીયા મટારી (રહે. ધોરાજીવાળાને બહારપુરા રોનક સ્કુલની પાસે પોતાના કબજા ભોગવટાના મકાનમાંથી માદક પદાર્થ ચરસના 143 ગ્રામ જથ્થો રૂા.21950 સાથે ઝડપી પાડી ધોરાજી પોલીસ સ્ટે. ખાતે એનડીપીએસ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પોલીસની તપાસમાં ચરસના જથ્થા સાથે ઝડપાયેલ ઉપરોકત આરોપી વર્ષ 2013માં પણ પાંચ કિલો ચરસના જથ્થા સાથે અમદાવાદમાંથી પકડાયો હતો. આ કામગીરી પોલીસ ઇન્સ. આર.એ. ગોહીલ, એચ.એમ. રાણા વિજયભાઇ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા સંજયભાઇ નિરંજની, જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા હિતેષભાઇ અગ્રવાત, અમિતભાઇ કનેરીયા રણજીતભાઇ ધાધલ વિજયગીરી ગોસ્વામી સાહીલભાઇ ખોખર દ્વારા કરવામાં આવ્યા હતાં.
ધોરાજી:-સકલૈન ગરાણા દ્વારા.