Gondal-Rajkot ગોંડલમાં કોંગ્રેસીઓએ ખરાબ રોડ નું બેસણું યોજ્યું.
સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા ગોંડલના કૈલાશ બાગ રોડ પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની સામે ના ભાગે નગરપાલિકા દ્વારા ગત વર્ષે જ બનાવવામાં આવેલ સિમેન્ટ રોડ બેસી ગયો હોય રૂસભરાજ પરમાર યુવા કોંગ્રેસ અગ્રણી,
મોહિત પાંભર, ધર્મેશ બુટાણી શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તેમજ જયસુખભાઈ વઘાસિયા સામાજિક કાર્યકર સહિતનાઓએ સ્થળ પર એકઠા થઇ વિકાસ બેસી ગયો ના બોર્ડ મારી ફુલહાર ચઢાવી બેસણું યોજ્યું હતું આ તકે યુવાનોએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા રાજ્યમાં વધુમાં વધુ સિમેન્ટ રોડ ગોંડલમાં બનાવવામાં આવ્યા હોવાના ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે
વાસ્તવમાં કેટલું ક્વોલિટી કામ થયું તે મહત્વનું હોય છે રોડ પર ઠેર ઠેર સિમેન્ટના થિંગડા મારવામાં આવ્યા છે જેતપુર રોડ ની દશા તો બદતર થઈ જવા પામી છે હવાઈ બંગલાની સામે તેમજ જેલચોક પાસે તો બે-ત્રણ વખત રોડ રીપેર કરવામાં આવ્યા છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય મસમોટા ગામડા પડી ગયા છે ભ્રષ્ટાચારી સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર પાસેથી પ્રજાના પૈસા વસૂલવા જોઈએ તેવી અમારી માંગ છે આ અંગે ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવશે.