Gondal-Rajkot ગોંડલ નગરપાલિકાની સુધારેલી મતદાર યાદી પ્રસિધ્ધ : કુલ ૮૮ હજાર મતદારો ૪૫ હજાર પુરૂષ અને ૪૨૨૫૨ સ્ત્રી મતદારો.
ગોંડલ નગરપાલીકાની ૧-૧-૨૦૨૧ની સ્થિતીની મતદાર યાદી પ્રસિધ્ધ થઇ ગઇ છે. જે મુજબ ગોંડલમાં ૪૫ હજાર પુરૂષ અને ૪૨ હજાર સ્ત્રી સહિત કુલ ૮૮ જેટલા મતદારો છે. જયારે અન્ય ત્રીજી જાતીના ૧૪ મતદારો છે. સુધારેલી મતદાર યાદી મુજબ સૌથી વધુ વોર્ડ નં.૩માં ૯૯૯૮ મતદારો અને સૌથી ઓછા વોર્ડનં.૯માં ૫૮૪૭ મતદારો છે.
શહેરનાં વોર્ડ વાઇઝ મતદારોએ આ મુજબ છે. વોર્ડ નં. ૧માં ૯૯૧૦, વોર્ડનં.ર માં ૭૨૧૭, વોર્ડ નં.૩માં ૯૯૯૮, વોર્ડ નં.૪માં ૮૭૯૭, વોર્ડ નં.પમાં ૭૧૯૧, વોર્ડ નં.૬માં ૬૬૩૬, વોર્ડનં.૭માં ૭૭૯૯, વોર્ડનં.૮માં ૭૧૧૬, વોર્ડનં.૯માં ૫૮૪૭, વોર્ડનં.૧૦માં ૯૫૯૧, વોર્ડનં.૧૧માં ૮૬૯૬ તમામ મળી કુલ ૮૮૭૩૮ મતદારો છે.