Gondal-Rajkot ગોંડલમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૩ મહીલા સહિત છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.
ગોંડલમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૩ મહિલા સહિત ૯ પકડાયા
ગોંડલમાં સરકારી હોસ્પીટલ સામે બાલાશ્રમની બાજુમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમી મળત સીટી પીઆઇ એસ. એમ. જાડેજાન માર્ગદર્શન હેઠળ હેડ કો. જયદીપસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે રેડ કરી જૂગાર રમતા અજય જેન્તીભાઇ સોલંકી, વાલા કાળાભાઇ સોલંકી, પરેશ ઉર્ફે પરીયો રાજુભાઇ ગોસ્વામી, રમણીક ચનાભાઇ સોલંકી, હંસાબેન અજયભાઇ સોલંકી, પુષ્પાબેન જેન્તીભાઇ સોલંકી, સાગર નાનજીભાઇ સોલંકી, મધુબેન ઉર્ફે ભુદીબેન વિનુભાઇ ગોહેલ તથા સિકંદર સલીમભાઇ શેખા રે. તમામ ગોંડલને રોકડા રૂ. ૧ર૪૭૦ તથા ત્રણ મોબાઇલ મળી કુલ રૂ. ૧૩૯૭૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.