Jasdan-Rajkot જસદણના સનાળા ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, વાડી માલિકની ધરપકડ, 5 શખ્સો ફરાર.

Loading

  • જસદણ પોલીસે જુદીજુદી બ્રાન્ડની 384 નંગ વિદેશી દારૂની બોટલ રૂ.1,34,400 અને બાઈક નંગ-2 રૂ.50,000 કુલ રૂ.1,84,400 નો મુદ્દામાલ કબજે કર્યો.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા અને નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા દ્વારા દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હતી. જેના આધારે જસદણ પોલીસ મથકના પીઆઈ વી.એચ.જોષીના માર્ગદર્શન હેઠળ તેમને મળેલ બાતમીના સનાળા ગામે આનંદ ભુપતભાઈ સાબળીયાની વાડીએ ઈન્ચાર્જ પીઆઈ આર.પી.કોડીયાતર, પો.હેડ કોન્સ. વિનુભાઈ વાસાણી, રાજેશભાઈ તાવીયા, પો.કોન્સ. મથુરભાઈ વાસાણી સહિતના સ્ટાફે આરોપી આનંદ ભુપતભાઈ સાબળીયા તેમજ દિલીપ ચતુરભાઈ સાબળીયાની વાડીમાં રેઈડ કરતા આરોપીના કબ્જા ભોગવટાની વાડીમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની જુદીજુદી બ્રાન્ડની 384 નંગ વિદેશી દારૂની બોટલ રૂ.1,34,400 અને બાઈક નંગ-2 રૂ.50,000 કુલ રૂ.1,84,400ના મુદ્દામાલ સાથે આરોપી ચંદુ ઓધાભાઈ સાથળીયા(ઉ.વ.37)(રહે-સનાળા,તા-જસદણ) મળી આવતા તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આનંદ ભુપતભાઈ સાબળીયા, દિલીપ ચતુરભાઈ સાબળીયા(રહે બન્ને-સનાળા,તા-જસદણ) અને દિનેશ કાળુભાઈ મેર, મુના કાળુભાઈ મેર અને વિપુલ મકવાણા(રહે ત્રણેય-સખપર મોટા,તા-ગઢડા) નામના આરોપીઓએ આ દારૂનો જથ્થો પૂરો પાડતા એકબીજાની મદદગારી કરતા જસદણ પોલીસે તેની ધરપકડ કરવા આગળની તજવીજ હાથ ધરી હતી.

જસદણ:-પિયુષ વાજા દ્વારા

error: Content is protected !!