Upleta-Rajkot ઉપલેટામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા BAPS મંદિર ખાતે સમન્વય બેઠક યોજાઈ.

સ્વાભિમાન યુક્ત હિન્દુ સમાજના નિર્માણ માટે આપણે સૌ કાર્યકર્તાઓ છીએ ત્યારે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રનુ નિર્માણ તમામ હિન્દુ પરિવારના સહયોગથી થશે. વિવિધ ક્ષેત્ર તથા સેવાકીય સંસ્થાઓમાં નેતૃત્વ કરનાર કાર્યકર્તાઓની “સમન્વય બેઠક” યોજાયેલ. આ બેઠકમાં ઉપલેટા શહેર અને તાલુકમાં આ મહાયજ્ઞના સમિલ થવા ઉપલેટા શહેર અને તાલુકાના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. 

આ કાર્યક્રમ ઉપલેટા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા સમન્વય બેઠકનુ આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના સામાજિક સંસ્થાના તથા તાલુકા અને નગરમાંથી સ્વયંસેવકો તેમજ સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમની અંદર સૌપ્રથમ ભગવાન શ્રી રામચંદ્રજીના ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય પ્રવકતા કિશોરભાઈ મુંગલપરા કે જેવો સૌરાષ્ટ્રના પ્રાંત કાર્યવાહ છે તેમના દ્વારા મંદિર વિશેની વાતો તાજી કરી હતી જેમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મુગટ વાળું મંદિર બનશે તેવી પણ વાત કરવામાં આવી હતી આ બનનાર મંદિરની ઉંચાઇ ૧૫૧ ફૂટ હશે જેમાં કુલ ત્રણ માળનું મંદિર બનાવવામાં આવશે. 

પ્રથમ માળની ઊંચાઈ 20 ફૂટ રહેશે જેમાં પુસ્તકાલય પ્રદર્શન, ધર્મશાળા, સભા સ્થળ, યજ્ઞશાળા, સત્સંગ ભવન બનાવવામાં આવશે. આ સાથે દરેક હિન્દુ પરિવારને સહયોગ આપવા માટે તેમજ સમગ્ર સમાજને સાત્વિક દાન આપવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું. તાલુકાના સંયોજક દ્વારા તાલુકાના બધા જ ગામોનું સુંદર આયોજન કરેલ અને દરેક ગામની અંદર બેઠકો નક્કી કરી અને નિધિ એકત્ર કરવામાં આવશે તેમજ નગર સંયોજક દ્વારા ઉપલેટા નગરમાં પણ વિધિસર બેઠકનું આયોજન કરવામાં આવશે. 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સહ દરેક હિન્દુ પરિવારને મળવાનું આયોજન કરવામાં આવેલું તેમજ ઉપલેટા તાલુકાના ગામોમાંથી તેમજ ઉપલેટા નગરમાંથી સૌ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લે સૌરાષ્ટ્ર પ્રાંતના વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ભુપતભાઈ ગોવાણી દ્વારા સમાપન કરવામાં આવેલ હતું જેમાં દરેક હિન્દુ સમાજને હાંકલ કરવામાં આવેલ કે દરેક હિન્દુ આ પવિત્ર યજ્ઞમાં યથાશક્તિ પોતાનું યોગદાન કરી પુણ્ય ના સહભાગી બને તેવી આગ્રહ ભરી વિનંતી પણ કરવામાં આવી હતી. 

અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા

error: Content is protected !!