Gondal-Rajkot રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ખીરસરા મુકામે પ્રકૃતિનું જતન કરતા કુદરતી વાતાવરણ માં ભક્તિપ્રસાદ સ્વામી આશ્રમ માં સંત ના સાનિધ્ય માં લોધિકા તાલુકા ની સદભાવના બેઠક યોજાઈ.
શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત લોધિકા તાલુકા ની સદભાવના બેઠક નું આયોજન પ્રકૃતિ ના ખોળે કુદરતી વાતાવરણ માં શ્રી ભક્તિપ્રસાદ સ્વામી ના અધ્યક્ષસ્થાને થયેલ જેમાં લોધિકા તાલુકા ની જુદી જુદી જ્ઞાતિઓ ના હોદેદારો હાજર રહેલા
અને શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યા મુકામે નિર્માણ પામનાર શ્રી રામ મંદિર નિર્માણ માટે દરેક હિન્દુ નો સહયોગ પ્રાપ્ત થાય એ માટે સક્રિય રીતે કામ કરવા માટે સ્વામી શ્રી ભક્તિપ્રસાદ સ્વામી જી એ આહવાન કરેલ અને પોતે પણ આ અભિયાન માં જોડાઈ ને લોકો પાસે સંપર્ક કરવા આવશે એવું જણાવેલ, તથા સમિતિ ના હોદેદારો એ બેઠક માં અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપેલ