Upleta-Rajkot ઉપલેટા શ્રી સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેર તથા તાલુકાના યુવાનો માટે નિબંધ લેખન સ્પર્ધા યોજાશે.

સાહિત્ય પ્રવૃત્તિનો વિકાસ થાય અને લેખન શક્તિ પ્રજ્વલિત થાય તેવા હેતુથી યોજાશે સ્પર્ધા 


શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે છેલ્લા ૨૦ વર્ષથી અનેક વિવિધ સેવાકીય અને રચનાત્મક વિવિધ પ્રવૃતિઓ થતી રહે છે ત્યારે આ ટ્રસ્ટ દ્વારા સવિશેષ આજના સમયના ભાગરૂપે શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેર તથા તાલુકાના ૧૮ વર્ષથી ઉપરની વયની કોઈપણ વ્યક્તિ માટે આજના સમયની સાંપ્રત બાબતો અનુસાર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. 

આ નિબંધ સ્પર્ધામાં પાંચમાંથી કોઈ પણ એક વિષય પર સુવાચ્ય અક્ષરે એ. ફોર સાઈઝના કાગળમાં આશરે અઢીથી ત્રણ પેજ માં નિબંધ લખવાના રહેશે. 

આ નિબંધોના વિષયોમાં કુલ પાંચ વિષયો આ મુજબ રહેશે
(૧) માનવીય જીવનમાં જાગૃતતા (આવશ્યકતા)
(૨) આજના સોશ્યલ મિડીયાના ફાયદા ? ગેરફાયદા ?
(૩) શાંતિ તરફની શોધમાં આજનો માનવી
(૪) ગ્લોબલ વાર્મિંગ (ઝડપથી બદલાતું વાતાવરણ)
(૫) વર્તમાન પરિસ્થિતિમાં સંબંધો અને વ્યવહારોનું કૃતજ્ઞતા પૂર્ણ મનન અને ચિંતન 

આ પાંચ વિષયો પણ નિબંધ સ્પર્ધા યોજાઈ રહી છે જેમાંથી કોઈ પણ એક વિષય પર નિબંધ લખીને શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા આગામી તારીખ ૦૮-૦૧-૨૦૨૧ સુધીમાં મોકલી આપવાનો રહેશે. 

દરેક વ્યક્તિએ તેમનું લેખન રૂબરૂ આપવા અથવા તો પોસ્ટમાં મોકલવા માટેની સરનામું:-
શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોપાલ બુક સ્ટોર, પાંજરાપોળ રોડ, ઉપલેટા ૩૬૦૪૯૦ જી. રાજકોટ પર મોકલવાનું રહેશે. 

આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ પોતાનું પુરૂ નામ, પુરૂ સરનામું, ફોન નંબર, ઈમેઇલ એડ્રેસ જો હોય તો ખાસ મોકલવાનું રહેશે. આ અંગે માહિતી આપવા શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદીએ જણાવેલ કે નિબંધ લેખનથી યુવાનોમાં સાહિત્ય પ્રવૃત્તિનો વિકાસ થાય તેમજ લેખન પ્રવૃત્તિ પ્રજવલિત થાય તેવા આશયથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તેમજ સ્પર્ધામાં પ્રોત્સાહન રૂપે ભાગ લેનાર માંથી અર્થપૂર્ણ રૂપે સર્ટિફિકેટ આપવામાં આવશે અને સાથે જ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનારને વિશેષ સન્માનિત પણ કરવામાં આવશે. 

શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ આ નિબંધ સ્પર્ધામાં આવશ્યક લાભ લેવા શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. આ સ્પર્ધા અંગેની વધુ માહિતી માટે ટેલીફોનીક સંપર્ક કરવા વિનંતી કરાઈ છે જેમાં મોબાઈલ નંબર ૯૩૨૮૦૩૦૩૫ અથવા ૯૪૨૮૨૭૯૪૦૯ પર સંપર્ક કરવો.

ઉપલેટા:-આશિષ લાલકિયા દ્વારા

error: Content is protected !!